________________
[ ૧૫૪ ]
શ્રી નિશીથ સૂત્ર
१५ जे भिक्खू परं विप्परियासेइ, विप्परियासतं वा साइज्जइ । । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી બીજાના સ્વરૂપને વિપરીત પણે દેખાડે છે તેમ કરનારનું અનુમોદન કરે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વ-પરના સ્વરૂપને અન્યરૂપે બતાવવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. નિરિયા :- વિપરીત દેખાડવું. (૧) પોતાની જે અવસ્થા છે, જેમ કે સ્ત્રી, પુરુષ, બાળ, વૃદ્ધ, યુવાન, સરોગી, નીરોગી, સુરૂપ-કુરૂપ વગેરે; તેનાથી વિપરીત અવસ્થા કહેવી કે દેખાડવી તે સ્વવિપર્યાસ કરણ છે. તેમ અન્યની પણ જે અવસ્થા હોય તેનાથી વિપરીત બતાવવી, તે પર વિપર્યાસ કરણ છે. (૨) જે ભાવો જે પ્રમાણે સ્થિત છે, તે ભાવોને અન્યથા પ્રકારે મનમાં સમજે કે ક્રિયામાં ક્રિયાન્વિત કરે, તે પણ વિપર્યાસ કરણ છે. (૩) તે સિવાય બહુરૂપિયાની જેમ વિવિધ રૂપો ધારણ કરવા તે પણ વિપર્યાસ કરણ છે.
વિપર્યાસકરણમાં અસત્યનો દોષ લાગે છે, તેમજ સાધુ જીવનમાં આ પ્રકારની પ્રવૃત્તિ અશોભનીય છે, તેમાં હાસ્યાદિ કષાય કે નોકષાય મોહનીય કર્મ ઉદીપિત થાય છે, તેથી સાધુ આ પ્રકારની કુચેષ્ટા કરે, તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અન્યમતની પ્રશંસા :१६ जे भिक्खू मुहवण्णं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી (અસભૂત-મિથ્યાધર્માદિની) મુખવર્ણ–પ્રશંસા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં ખોટી પ્રશંસા કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. મુદવાખ:- મુદ એટલે મુખ સામે, વઘઇ એટલે પ્રશંસા (૧) મુખ સામે પ્રશંસા કરવી, વ્યક્તિની સામે તેની પ્રશંસા કરવી. (૨) જે વ્યક્તિ સામે હોય તેના મિથ્યા ધર્મની કે તે ધર્મના મુખ્ય તત્ત્વોની પ્રશંસા કરવી. (૩) મિથ્યાવાદીઓના સિદ્ધાંતોને મુખની જેમ આદર આપી પ્રશંસા કરવી તે મુખવર્ણન કહેવાય છે. સંક્ષેપમાં મુખવર્ણ એટલે અસતુ ગુણાદિની પ્રશંસા કરવી.
મુખ વર્ણથી– અન્ય ધર્મની પ્રશંસાથી મિથ્યાત્વ અને મિથ્યા પ્રવૃત્તિની પુષ્ટિ થાય, જિન પ્રવચનની પ્રભાવનામાં હાનિ થાય, સાધુની અપકીર્તિ થાય, અસત્ ગુણ કથનથી માયા અને અસત્ય વચનના દોષ લાગે છે, ઇત્યાદિ કારણોથી અહીં તેનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પરસ્પર વિરોધી રાજ્યમાં ગમનાગમન - १७ जे भिक्खू वेरज्ज-विरुद्धरजंसि सज्जं गमणं, सज्ज आगमणं, सज्ज गमणागमणं करेइ, करेंत वा साइज्जइ ।