________________
ઉદ્દેશક-૧૧
[ ૧૫૩ |
ભયભીત થવાના દોષો - ભય પામવાથી અને બીજાને ભયભીત કરવાથી પોતાના અને અન્યના સુખની ઉપેક્ષા થાય છે, અન્ય વ્યક્તિ ભયભીત થાય તે જોઈ પ્રસન્નતા અનુભવતી વ્યક્તિ દિપ્તચિત્ત-ઉન્મત્ત ચિત્તવાળા બની જાય, ભયના કારણે કોઈ વ્યક્તિ રોગિષ્ઠ બની જાય અને કયારેક ભયના કારણે મૃત્યુ પણ પામે, ભયભીત બનવાથી ભૂતાદિનો પ્રવેશ થાય તો અન્ય અનેક દોષો ઉત્પન્ન થાય છે, ભયના કારણે થતી ઉપયોગ રહિત પ્રવૃત્તિઓથી છકાય જીવોની વિરાધનાની સંભાવના રહે છે, માટે સાધુ પોતે ભય પામે નહિ અને અન્યને ભય પમાડે નહિ. સ્વ-પરને વિસ્મિત કરવા - १२ जे भिक्खू अप्पाणं विम्हावेइ, विम्हावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી સ્વયં વિસ્મય(આશ્ચય) પામે અથવા વિસ્મય પમાડનારની અનુમોદના કરે, १३ जे भिक्खू परं विम्हावेइ, विम्हावेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી અન્યને વિસ્મિત (આશ્ચર્યાન્વિત) કરે કે વિસ્મિત કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આશ્ચર્યચકિત થવાનું કે અન્યને કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
ભયાનક પદાર્થો જોવાથી ભય ઉત્પન્ન થાય છે અને અનુપમ, અદષ્ટ, વિશિષ્ટ આકર્ષક પદાર્થો જોતાં કે પ્રસંગો ઉપસ્થિત થતાં આશ્ચર્ય ઉત્પન્ન થાય છે. કૌતુક ભાવોથી આશ્ચર્ય ઉત્પન્ન થાય છે.
તપોલબ્ધિથી, લબ્ધિ પ્રયોગથી આશ્ચર્યકારી ઘટના બતાવી આશ્ચર્ય ઉત્પન્ન કરી શકાય છે. જાદુ દ્વારા, મંત્ર-તંત્રના પ્રયોગથી, ભૂત-ભવિષ્ય વર્તમાનકાલીન નિમિત્ત વચનથી, પારલેપ વગેરે પ્રયોગથી આશ્ચર્ય ઉત્પન્ન કરી શકાય છે. આવા પ્રયોગો સાંભળ્યા-જોયા ન હોય તેવા અસભૂત પ્રયોગની કલ્પના દ્વારા પોતાને અથવા અન્યને વિસ્મિત કરવાનું પ્રસ્તુત સૂત્રમાં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, પરંતુ વાસ્તવિક વિસ્મયકારક પ્રયોગથી પોતાને કે અન્યને વિસ્મિત કરવાનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત ભાષ્યમાં બતાવ્યું છે. અસંભૂતમાં અસત્ય અને માયાનો અંશ હોવાથી તેનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત છે. વિસ્મિત કરવાના દોષ - હર્ષ અને આશ્ચર્યના અતિરેકમાં સ્વ-પર બંને વિક્ષિપ્ત ચિત્તવાળા–ઉન્મત્ત બની જાય તો સ્ત્રાર્થને હાનિ પહોંચે, સંયમઘાત અને આત્મઘાત પણ થઈ શકે છે, અસભૂત આશ્ચર્યોમાં માયા-મૃષાવાદના દોષ લાગે છે. વિદ્યા સંબંધી આશ્ચર્યો બતાવતા કોઈ વિદ્યાની યાચના કરે અને તેને વિધા આપતાં તે ગ્રહણ કરનાર પાપયુક્ત પ્રવૃત્તિ કરે તો હિંસાદિનો દોષ લાગે. વિદ્યાદિ પ્રયોગમાં પ્રવૃત્ત થવાથી સંયમ-તપની હાનિ થાય માટે સાધુ સદ્દભૂત કે અસભૂત કોઈ પણ વિસ્મિત કરાવનારી પ્રવૃત્તિઓ કરે નહીં. વિપર્યાસ દર્શન - १४ जे भिक्खू अप्पाणं विप्परियासेइ, विप्परियासंतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પોતાના વાસ્તવિક સ્વરૂપને વિપરીત પણે દેખાડે છે તેમ કરનારનું અનુમોદન કરે,