________________
૧૫ર |
શ્રી નિશીથ સૂત્ર
પ્રશંસા છે. અધર્મની પ્રશંસા કરવાથી અન્યને પાપકાર્યોની પ્રેરણા મળે છે, મિથ્યાત્વનું પોષણ થાય છે, સામાન્ય વ્યક્તિ મિથ્યાત્વ તરફ પ્રેરાય છે. પરફાસંડ પ્રશંસા સમકિતનો અતિચાર છે– ઉપાસક, અધ્ય.—૧. અધર્મની પ્રશંસાનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સાધુ મૌન રહે, ઉપેક્ષાભાવ રાખે અને અવસર જોઈ શુદ્ધ ધર્મની પ્રરૂપણા કરે. ગૃહસ્થના શરીરવયવોનું પરિકર્મ| ९ जे भिक्खू अण्णउत्थियस्स वा गारत्थियस्स वा पाए आमज्जेज्ज वा पमज्जेज्ज वा, आमजतं वा पमजतं वा साइज्जइ । एवं तइयउद्देसगमेण णेयव्व जाव... जे भिक्खू गामाणुगाम दूइज्जमाणे अण्णउत्थियस्स वा गारत्थियस्स वा सीसदुवारियं करेइ, करेंत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધ કે સાધ્વી એક કે અનેકવાર અન્યતીર્થિક કે ગૃહસ્થના પગ દબાવે કે દબાવનારનું અનુમોદન કરે વગેરે ત્રીજા ઉદ્દેશક પ્રમાણે કહેવું યાવત જે સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સમયે અન્યતીર્થિક અથવા ગૃહસ્થનું મસ્તક ઢાંકે કે ઢાંકનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ચાર પ્રકારના ગૃહસ્થ અને ચાર પ્રકારના અન્યતીર્થિક ગૃહસ્થના(ગૃહસ્થના પ્રકાર પ્રથમ ઉદ્દેશકના ૧૫મા સૂત્ર અનુસાર જાણવા), પગ દબાવવા આદિ ૫૪ પ્રકારની શરીર સંબંધી પ્રવૃત્તિ સાધુ કરે; તો તેને ગૃહસ્થ સેવાનો દોષ લાગે છે. તેમ કરવાથી સાધુની તેમજ જિનધર્મની લઘુતા થાય છે, વ્યવહાર અશુદ્ધ થાય છે, તેથી તેનું અહીં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સ્વ-પરને ભયભીત કરવા :१० जे भिक्खू अप्पाणं बीभावेइ, बीभावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી પોતાને ડરાવે અર્થાત્ ભયાક્રાંત કરે કે કરનારનું અનુમોદન કરે, ११ जे भिक्खू परं बीभावेइ, बीभात वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી બીજાને ડરાવે કે ડરાવનારનું અનુમોદન કરે, તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
કોઈપણ વ્યક્તિ ભયમોહનીયના ઉદયથી ભય પામે છે. ભયભીત થવાના નિમિત્તના આધારે તેના ચાર પ્રકાર કહેવામાં આવે છે. યથા– (૧) મનુષ્ય સંબંધી (૨) ભૂત-પિશાચ વગેરે દેવ સંબંધી (૩) સર્પ, સિંહ, પૃથ્વી, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે તિર્યંચ સંબંધી અને (૪) આકસ્મિક-નિર્દેતુક ભય.
ભયના નિમિત્ત ઉપસ્થિત થાય અને સાધુ ભય પામે કે અન્યને ભયભીત કરે તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.