________________
ઉદ્દેશક-૧૧
૧૫૧
વિવેચન :
સાધુને પાત્રની ગવેષણા માટે અર્ધયોજન—સાત કીલોમીટરથી વધુ દૂરના ક્ષેત્રમાં જવાનો આચા. સૂત્ર, બ્રુ.-૨, ૬, ઉ.-૧, સૂ.-રમાં નિષેધ છે. તેનું આ (સૂત્ર. ૫) પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. અર્ધયોજનથી વધુ દૂર જવા-આવવામાં વધુ સમય વ્યતીત થાય છે અને સ્વાધ્યાયાદિમાં વિક્ષેપ થાય છે.
=
અપિ :- આચા., બ્રુ.-૨, અ.-૬, ઉ.-૧ સૂત્ર-૪માં અષિક– સામે લાવેલા પાત્રને ગ્રહણ કરવાનો સાધુ માટે નિષેધ છે અને તેનું પ્રાયશ્ચિત્ત કથન ૧૪મા ઉદ્દેશકમાં છે અને વિશેષ પરિસ્થિતિમાં અમિક સામેથી લાવેલા પાત્રને હણ કરવા પડે તો શાસ્ત્રકારે તેની ક્ષેત્ર મર્યાદા અર્ધયોજન એટલે બે ગાઉ અર્થાત્ ૭ કી. મી. ની બતાવી છે. તે મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તત્સંબંધી પ્રાયશ્ચિત્ત આ છઠ્ઠા સૂત્રમાં બતાવ્યું છે. સપન્નવાસઃ- જે દિશા કે ક્ષેત્રમાં પાત્ર પ્રાપ્ત થાય તેમ હોય ત્યાં જવાનો માર્ગ સિંહ, સર્પ, ઉન્મત્ત હાથી, પાણી, મહાનદી, વનસ્પતિ વગેરેથી પ્રતિબદ્ધ હોય, રુગ્ણાદિ અવસ્થા હોય અને પાત્રની અત્યંત આવશ્યક્તા હોય તો કોઈ અર્ધ યોજનની અંદરથી લાવીને આપે, તો તેવા 'અભિહડ’ પાત્રને લેવું કહ્યું છે. પણ તેમાં અર્ધયોજનની મર્યાદાનું ઉલ્લંઘન થાય તો આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
ધર્મની નિંદા ઃ
-
| जे भिक्खू धम्मस्स अवण्णं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ધર્મની નિંદા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.)
વિવેચન :
ધર્મના બે પ્રકાર છે— શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. શ્રુતધર્મ જ્ઞાનરૂપ છે. ચારિત્રધર્મ દેશિવરિત અને સર્વવિરતિ ચારિત્રરૂપ છે.
આ બંને પ્રકારના ધર્મની દેશથી અને સર્વથી નિંદા કરવી, આગમના અમુક કથન નિરર્થક છે, અમુક ક્રિયાઓ નિરર્થક છે, આવા કથનોને શ્રુત-ચારિત્ર ધર્મની નિંદા કહેવાય. દશા., દશા-૯, ગા. ૨૩-૨૪. કહ્યું છે કે શ્રુત-ચારિત્ર ધર્મની નિંદા કરવાથી મંદબુદ્ધિ સાધક સાધનાથી શ્રુત થઈ જાય અને નિંદા કરનારને જ્ઞાનાવરણીય કર્મનો બંધ થાય છે તીર્થંકર અને ધર્મનો અવર્ણવાદ કરનારાને મહામોહનીય કર્મનો બંધ થાય છે. ધર્મની નિંદા કરનારને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
અધર્મની પ્રશંસા :
८ जे भिक्खू अधम्मस्स वण्णं वयइ, वयंतं वा साइज्जइ ।
=
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અધર્મની પ્રશંસા કરે કે પ્રશંસા કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
હિંસા, અસત્ય, ચોરી વગેરે અઢાર પાપોની તથા હિંસાત્મક ધર્મની પ્રશંસા કરવી, તે અધર્મ