________________
[ ૧૪૮]
શ્રી નિશીથ સૂત્ર
અગિયારમો ઉદ્દેશક પરિચય છRORRORDROROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૯૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા
લોખંડ આદિના પાત્ર બનાવવા અને રાખવા, લોખંડ આદિના બંધનવાળા પાત્ર બનાવવા અને રાખવા, અર્ધા યોજન કરતાં વધુ દૂરથી પાત્ર લઈ આવવા, કારણ વશ પણ અર્ધ યોજન કરતાં વધુ દૂરથી સામે લાવીને અપાતા પાત્ર લેવા, ધર્મની નિંદા કરવી, અધર્મની પ્રશંસા કરવી, ગૃહસ્થના શરીરનું પરિકર્મ કરવું. સ્વયંને અથવા અન્યને ડરાવવા, સ્વયંને અથવા અન્યને વિસ્મિત કરવા, સ્વયંને અથવા અન્યને વિપરીત સ્વરૂપે દેખાડવા. કોઈ વ્યક્તિની કે તેના કુધર્મની મિથ્યાપ્રશંસા કરવી, બે વિરોધી રાજ્યોમાં વારંવાર ગમનાગમન કરવું, દિવસ ભોજનની નિંદા અને રાત્રિ ભોજનની પ્રશંસા કરવી; દિવસે લાવેલા આહારને બીજે દિવસે, દિવસે લાવેલા આહારને રાત્રે, રાત્રે લાવેલા આહારને દિવસે અને રાત્રે લાવેલા આહારને રાત્રે વાપરવો.
આગાઢ પરિસ્થિતિ વિના રાત્રે અશનાદિ રાખવા, આગાઢ પરિસ્થિતિને કારણે રાત્રે રાખેલો આહાર વાપરવો, સખડીના આહારને ગ્રહણ કરવાની અભિલાષાથી અન્યત્ર રાત્રિ નિવાસ કરવા જવું, નેવૈદ્યપિંડ ગ્રહણ કરીને વાપરવો, સ્વચ્છંદાચારીની પ્રશંસા કરવી, તેને વંદન કરવા, અયોગ્યને દીક્ષા દેવી અથવા વડી દીક્ષા દેવી, અયોગ્ય પાસે સેવા કાર્ય કરાવવું. અચેલ અથવા સચેલ સાધુએ સચેલ અથવા અચેલ સાધ્વીઓની સાથે રહેવું, રાત્રે રાખેલા ચૂર્ણ, મીઠું આદિ ઉપયોગમાં લેવા, આત્મઘાત કરનારાની પ્રશંસા કરવી ઈત્યાદિ દોષ સ્થાનોનું સેવન કરવાથી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.