________________
ઉદ્દેશક-૧૧.
| ૧૪૯ ]
+ અગિયારમો ઉદેશક – VEE/A ૯૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન VEIES
નિષિદ્ધ પાત્રગ્રહણ:| १ जे भिक्खू अयपायाणि वा तंबपायाणि वा तउयपायाणि वा सीसगपायाणि वा हिरण्णपायाणि वा सुवण्णपायाणि वारीरियपायाणि वा हारपुडपायाणि वा मणिपायाणि वा कायपायाणि वा कसपायाणि वा संखपायाणि वा सिंगपायाणि वा दंतपायाणि वा चेलपायाणि वा सेलपायाणि वा चम्मपायाणि वा करेइ, करेत वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી (૧) લોખંડ (૨) ત્રાંબુ (૩) જસત (૪) સીસું (૫) ચાંદી (૬) સોનું (૭) પીતળ (૮) રત્નજડિત લોઢું (૯) મણિ (૧૦) કાચ (૧૧) કાંસુ (૧૨) શંખ (૧૩) શીંગડા (૧૪) હાથીદાંત (૧૫) વસ્ત્ર (૧૬) પત્થર (૧૭) ચામડું, ઇત્યાદિના પાત્ર બનાવે કે બનાવનારનું અનુમોદન કરે, | २ | जे भिक्खू अयपायाणि वा जाव चम्मपायाणि वा धरेइ, धरैत वा साइज्जइ। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી લોઢાના પાત્ર યાવત્ ચર્મના પાત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू अयबंधणाणि वा जाव चम्मबंधणाणि वा [पायाणि] करेइ, વત વા સારૂ I ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પાત્ર ઉપર લોઢાના બંધન યાવત ચામડાના બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે,
४ जे भिक्खू अयबंधणाणि वा जाव चम्मबंधणाणि वा [पायाणि] धरेइ, धरेत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લોઢાના બંધન યાવત ચામડાના બંધનવાળા પાત્રને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
- સાધુ-સાધ્વીને ત્રણ પ્રકારના પાત્ર રાખવા કહ્યું છે– (૧) તુંબડાનું પાત્ર (૨) કાષ્ઠપાત્ર અને (૩) માટીના પાત્ર. – આચારાંગ સૂત્ર, શુ. ૨, અ. ૬, ઉ. ૧, અને ઠાણાંગ સૂત્ર, સ્થાન–૩.
આચારાંગ હૃ. ૨, અ. ૬, ઉ. ૧, સૂ. ૫-૬ સૂત્રમાં સાધુને લોઢા વગેરે ધાતુ નિર્મિત પાત્ર તથા બહુમૂલ્યપાત્ર લેવાનો નિષેધ છે. તેનું જ અહીં આ ચાર સૂત્રમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
તુંબડું, કાષ્ઠ અને માટીના પાત્ર અલ્પમૂલ્યવાળા અને સામાન્ય જાતિના છે, તેથી કોઈ ચોરી જશે