________________
ઉદ્દેશક-૧૦
૧૪૭ |
काल
पज्जोसवणाकप्प कहणे इमा समायारी- अप्पणो उवस्सए, पाओसिए आवस्सए कए,
(વાનગતિનેહર), મુદ્દે પકૂવેરા વહાલા......... સવ્વ સાદૂમખાણ #ાલયમાં રુતિ..... અર્થ :- પોતાના ઉપાશ્રયમાં પ્રાદોષિક એટલે સાયંકાલીન પ્રતિક્રમણ કર્યા પછી મુનિ સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરી, સ્વાધ્યાય યોગ્ય શુદ્ધકાળ જાણીને આ અધ્યયનનું કથન-શ્રવણ કરે અને પછી સમાપ્તિ સૂચક કાર્યોત્સર્ગ કરે.
પ્રસ્તુત સૂત્રમાં “પર્યુષણાકલ્પ અધ્યયન” ગૃહસ્થોને સંભળાવવાનો અથવા ગૃહસ્થ યુક્ત સાધુ પરિષદમાં સંભળાવવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે, તેથી રાત્રિના સમયે સાધુ પરિષદમાં જ કહેવાનું અને સાંભળવાનું વિધાન સ્પષ્ટ થાય છે. આ પક્ઝોસવણાકલ્પ વર્તમાનમાં ઉપલબ્ધ નથી અને તેના સ્વાધ્યાય(શ્રવણ)ની પરંપરા પણ નથી.
સુત્રગત પુસા નો અર્થ સાંવત્સરિક પ્રતિક્રમણ પણ કરવામાં આવે છે. વર્ષાકાળમાં વસ્ત્ર ગ્રહણઃ४१ जे भिक्खू पढमसमोसरणुद्देसे पत्ताई चीवराई पडिग्गाहेइ, पडिग्गाहेत वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ચાતુર્માસકાળ પ્રારંભ થઈ ગયા પછી વસ્ત્ર ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને ગુરુચીમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદેશકના ૪૧ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
સાધુના ગ્રામાદિમાં આગમનને “સમવસૃત થવું” કહેવાય છે. તે આગમન બે પ્રકારે સંભવે છે. (૧) ચાતુર્માસકાળ માટે આગમન અને (૨) ઋતુબદ્ધ કાળને માટે આગમન. આગમમાં તેના માટે ક્રમશઃ પ્રથમ સમવસરણ અને દ્વિતીય સમવસરણ, આ શબ્દો પ્રયુક્ત થયા છે.
બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક-૩, સૂત્ર ૧૬માં ચાતુર્માસમાં વસ્ત્રગ્રહણનો નિષેધ છે અને આ સુત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સૂત્રમાં પત્તારું શબ્દ છે. તેની વ્યાખ્યામાં બંને વ્યાખ્યાકારોએ પ્રતાનિ છાયા કરીને અને તેનો અર્થ પ્રાપ્ત વસ્ત્ર ગ્રહણ ન કરે, તેમ થાય છે. પત્તારૂં શબ્દનો પાત્ર' અર્થ પણ થાય છે, પરંતુ સૂત્ર રચના અનુસાર પ્રાપ્તાનિ અર્થ સંગત થાય છે, કારણ કે બે વસ્તુનું કથન કરવું હોય તો આગમકાર વ શબ્દનો પ્રયોગ કરે છે, જેમ કે વત્થ વા પડાદ વાા પરંતુ અહીં તેમ નથી, તેથી આ સૂત્રમાં કેવળ વસ્ત્રનું જ કથન છે તેમ સમજવું. તેમ છતાં વ્યાખ્યાકારે ચાર્તુમાસમાં બધા ઉપકરણો ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે તદ્દનુસાર ચાતુર્માસમાં પાત્ર પણ ગ્રહણ કરી શકાતા નથી.
આ રીતે પ્રસ્તુત ઉદ્દેશકના ૪૧ સુત્રોમાં ૪૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
| દશમો ઉદ્દેશક સંપૂર્ણ