________________
[ ૧૪૬ |
શ્રી નિશીથ સૂત્ર
સંવત્સરીની આરાધના :|३८ जे भिक्खू पज्जोसवणाए गोलोमाइं पि बालाई उवाइणावेइ, उवाइणावेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પર્યુષણ-સંવત્સરીના દિવસે ગાયના રોમ જેટલા કેશ રાખે અર્થાતુ લોચ ન કરે કે લોચ ન કરનારનું અનુમોદન કરે, |३९ जे भिक्खू पज्जोसवणाए इत्तरियपि आहारमाहारेइ, आहारेंतं वा साइज्जइ। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પર્યુષણ-સંવત્સરીના દિવસે થોડો પણ આહાર કરે કે આહાર કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં પર્યુષણ સંબંધી સાધુના લોચ અને આહાર ત્યાગ રૂપે કર્તવ્ય ન કરવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે. સાધુ-સાધ્વી માટે કેશ-લૂચન(માથાના તથા દાઢી-મૂછના વાળને હાથેથી કાઢવા) અનિવાર્ય છે. કેશલંચનએ કાયકલેશ નામનું તપ છે. સંવત્સરીના દિવસે ગાયના રોમ જેવડા પણ વાળ હોવા ન જોઈએ. સંવત્સરીના દિવસે સાધુ-સાધ્વીએ ચારે ય આહારનો પૂર્ણપણે ત્યાગ અર્થાત્ ચૌવિહારો ઉપવાસ કરવો જોઈએ.
આ કર્તવ્યોનું પાલન ન કરવાથી સાધુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. તેનું પાલન કરવું તે જ પર્યુષણને પર્યાષિત કર્યા કહેવાય છે. તે સિવાય સંપૂર્ણ વર્ષની સંયમ આરાધના-વિરાધનાનું ચિંતન કરી, તપ સંયમના લાભાલાભનું અવલોકન કરવું; આલોચના, પ્રતિક્રમણ અને ક્ષમાપના આદિ કરી, આત્માને શાંત અને સ્વસ્થ કરીને વર્ધમાન પરિણામ રાખવા ઇત્યાદિ વિશિષ્ટ ધર્મ જાગરણ કરવા માટે જ સંવત્સરીનો દિવસ છે. આગમમાં આ દિવસને માટે “પર્યુષણ” શબ્દ પ્રયોગ કર્યો છે. શ્વેતામ્બર પરંપરામાં પૂર્વ સાધનાના સાત દિવસ યુક્ત આઠ દિવસોને પર્યુષણ કહે છે અને એક આઠમા દિવસને “સંવત્સરી” કહે છે, પરંતુ વાસ્તવમાં સંવત્સરીનો દિવસ જ આગમોક્ત પર્યુષણ દિવસ છે. શેષ દિવસ પર્યુષણની ભૂમિકારૂપ છે. પર્યુષણા કલ્પ સાધુ-સામાચારી :
४० जे भिक्खू अण्णउत्थियं वा गारत्थियं वा पज्जोसवेइ, पज्जोसर्वतं वा સાગરૃ T ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યતીર્થિક અથવા ગૃહસ્થને પર્યુષણાકલ્પ(સાધુ-સમાચારી) સંભળાવે કે સંભળાવનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
અન્યતીર્થિક અને ગૃહસ્થના આઠ પ્રકાર છે. તેનું વર્ણન પહેલા ઉદ્દેશકના સૂત્ર- ૧૫માં કર્યું છે. દશાશ્રુતસ્કંધ સૂત્ર, દશા–૮નું નામ પોલવણ છે. તેમાં વર્ષાવાસની સાધુ-સમાચારીનું કથન છે.
પર્યુષણના દિવસે સાયંકાલીન પ્રતિક્રમણ કરીને બધા સાધુપણવખ્ય અધ્યયનનું સામૂહિક ઉચ્ચારણ કરે અથવા શ્રવણ કરે તથા તેમાં વર્ણિત સાધુ-સમાચારીનું ચાતુર્માસમાં અને અન્ય કાળમાં પાલન કરે. ચૂર્ણિમાં આ પ્રાયશ્ચિત્ત સૂત્રની વિધિનું કથન આ પ્રમાણે છે