________________
ઉદ્દેશક-૧૦
| ૧૪૫ |
ચાર મહિનામાં એક સ્થાને સ્થિર રહે છે. તે વર્ષાવાસ કે ચાતુર્માસ કહેવાય છે. તેમાં પર્યુષણ(સંવત્સરી) પહેલાંના અર્થાત્ ચાતુર્માસના પ્રારંભના ૫૦ દિવસના સમયને પૂર્વકાળ કે પ્રથમ પ્રાકૃષકાળ કહેવાય છે. વાલીવારં પોલિવિયંતિ :- ચાતુર્માસમાં પર્યુષણ પછીનો પશ્ચાત્ કાલ (ઉત્તરકાલ) કહેવાય છે. પ વિતિ થી પર્યુષણ અર્થ ગ્રહણ થાય છે અર્થાત્ પર્યુષણ પછીના ચાર્તુમાસકાળમાં સાધુ વિહાર કરે તો પણ પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે.
ઠાણાંગ સૂત્ર, અધ્યયન-૫, ઉદ્દેશક-૨, સૂત્ર-૨–૩માં ચાતુર્માસમાં વિહાર કરવાના કારણોનું કથન બે વિભાગ કરીને કહ્યું છે. પ્રથમ વિભાગને પઢમં પાડેનિમ અને દ્વિતીય વિભાગને વાલાવાસ પmવિષિ કહ્યું છે, બંને સૂત્રોના પૂર્વાર્ધમાં વિહારનો નિષેધ કરીને ઉત્તરાર્ધમાં અપવાદ માર્ગે વિહાર કરવાના ૫-૫ કારણો કહ્યા છે. આ બંને વિભાગ ચાતુર્માસના જ છે, કારણ કે શેષ આઠ માસનો વિહાર તો કલ્પનીય જ છે અને અપવાદ માર્ગનું સેવન તો અકલ્પનીય સમયે જ થાય છે. ઠાણાંગ સૂત્રના આ બંને સૂત્રોની સમાન જ પ્રસ્તુત સૂત્ર ૩૪, ૩પમાં પણ ચાતુર્માસના બે વિભાગોનું કથન કરીને તે બંને વિભાગમાં વિહાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પર્યુષણની કાલ મર્યાદાનું ઉલ્લંઘન :|३६ जे भिक्खू पज्जोसवणाए ण पज्जोसवेइ, ण पज्जोसर्वतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી પર્યુષણ(સંવત્સરી)ના દિવસે પર્યુષણ ન કરે કે ન કરનારનું અનુમોદન કરે, |३७ जे भिक्खू अपज्जोसवणाए पज्जोसवेइ पज्जोसवेंतं वा साइज्जइ । ભાવાર્થ – જે સાધુ કે સાધ્વી પર્યુષણ(સંવત્સરી)ના દિવસ સિવાય અન્ય દિવસે પર્યુષણ કરે કે અન્ય દિવસે પર્યુષણ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
ચાતુર્માસ-વર્ષાવાસ, ચાર માસનો હોય છે. તેમાં પર્યુષણ(સંવત્સરી)નો એક નિશ્ચિત્ત દિવસ હોય છે, તેથી આ બે સુત્રોમાં તે જ દિવસે પર્યુષણ(સંવત્સરી) ન કરવાનું તથા અન્ય દિવસે પર્યુષણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
આગમોના મૂળપાઠમાં આ દિવસની તિથિનું સ્પષ્ટ કથન નથી, પરંતુ આ બંને સૂત્રોના પ્રાયશ્ચિત્ત વિધાનથી સ્પષ્ટ થઈ જાય છે કે સંવત્સરીનો કોઈ એક નિશ્ચિત દિવસ અવશ્ય છે.
સમવાયાંગ સૂત્રના સિત્તેરમાં સમવાયમાં તેમણે ભવં મહાવીરે વાલાણં સવસરાફા મારે વફતે સત્તરિપ રાધિ રે વાલાવાસં પનોતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વર્ષાવાસના વીસ રાત્રિ સહિત એક માસ (એક માસ અને ૨૦ રાત્રિ-દિવસ) અર્થાત્ ૫૦ દિવસ વ્યતીત થયા અને સિત્તેર રાત્રિ-દિવસ શેષ રહ્યા ત્યારે પર્યુષણા(સંવત્સરી) કરી. અષાઢ પૂર્ણિમાથી એક માસ ૨૦ દિવસ વ્યતીત થતાં ભાદરવા સુદ-૫ આવે છે. નિશીથ ભાષ્ય ગાથા ૩૧૪૬ તથા ૩૧૫૭ની ચૂર્ણિમાં પણ ભાદરવા સુદ-૫નું કથન છે. ઉપરોક્ત પ્રમાણથી પર્યુષણા સંવત્સરીનો નિશ્ચિત્ત દિવસ ભાદરવા સુદ-પાંચમ છે. આ ભાદરવા સુદ-૫ સિવાયના કોઈપણ દિવસે પર્યુષણા-સંવત્સરી કરવાથી આ સૂત્ર દ્વારા પ્રાયશ્ચિત્ત આવે છે.