________________
[ ૧૪૪ |
શ્રી નિશીથ સત્ર
પ્રસ્તુત ચારે ય સૂત્રોનો ફલિતાર્થ આ છે કે- (૧) કોઈ પણ બીમાર સાધુ સંબંધી સમાચાર મળે કે તેને સેવા કરનારની જરૂર છે, તો ભિક્ષુએ પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરીને તેની સેવામાં જવું જોઈએ. (૨) બીમાર ભિક્ષુના ગામ કે સ્થાનની માહિતી મળી જવા છતાં સેવા ન કરવાની ભાવનાથી અન્યત્ર ક્યાંય ચાલ્યા ન જવું જોઈએ. (૩) બીમારની સેવામાં રહેતાં તેના માટે ગવેષણા કરતાં આવશ્યક પદાર્થ ન મળ અથવા પૂર્ણ માત્રામાં ન મળે તો તેની સંતુષ્ટિ માટે અપ્રાપ્તિનો દોષ પોતા ઉપર લઈને ખેદ પ્રકટ કરવો જોઈએ. (૪) ઔષધ અથવા પથ્ય આહારાદિ ગવેષણા કરવા છતાં પ્રાપ્ત ન થાય તો પહેલાં બીમાર પાસે આવીને કહેવું જોઈએ કે આટલી ગવેષણા કરવા છતાંયે આવશ્યક વસ્તુ પ્રાપ્ત થઈ નથી અથવા થોડીવાર પછી આ વસ્તુ પ્રાપ્તિની સંભાવના છે.
આગમમાં વૈયાવચ્ચને આત્યંતર તપ કહ્યો છે, તેથી તેને સાધુએ સેવાને પોતાની આત્મશુદ્ધિનું કાર્ય સમજીને અન્ય સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવી જોઈએ અને વિચારવું જોઈએ કે આ ગ્લાને મારા પર ઉપકાર કર્યો છે, મને સહેજે આત્યંતર તપનો અવસર આપ્યો છે. આ પ્રકારના શુદ્ધ ભાવથી સેવા કરનારને અત્યધિક નિર્જરા થાય છે.
શ્રી ઉત્તરાધ્યયન અધ્યયન-૨૯માં સેવાનું ઉત્કૃષ્ટ ફળ તીર્થકર પદની પ્રાપ્તિનું કહ્યું છે. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૩, ઉદ્દેશક-૩ અને ૪માં ગ્લાન ભિક્ષુની અગ્લાન ભાવથી સેવા કરવાનો આગ્રહપૂર્વક નિર્દેશ કર્યો છે. વર્ષા ઋતુમાં વિહાર:३४ जे भिक्खू पढमपाउसंसि गामाणुगाम दूइज्जइ, दूइज्जतं वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી પ્રથમ પ્રાવૃષ કાળમાં અર્થાત્ પર્યુષણ પૂર્વેના ચાતુર્માસ કાળમાં ગ્રામાનુગ્રામ વિહાર કરે કે વિહાર કરનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू वासावासं पज्जोसवियंसि गामाणुगाम दुइज्जइ, दूइज्जतं वा
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી વર્ષાવાસ(ચાતુર્માસ)માં પર્યુષણ કર્યા પછી પ્રામાનુગ્રામ વિહાર કરે કે વિહાર કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
ભિક્ષ હેમંત અને ગ્રીષ્મના આઠ માસમાં વિચરણ કરે અને વર્ષા કાળના ચાર માસમાં વિચરણ ન કરે. જેમ કે–ોપ થાપ વાણિwથી વા વાલાવાસાસુ વાર વખfiથા વા fણાથી વા દેમત ઉઠ્ઠાણું વારણ I –બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૧, સૂત્ર-૩૬, ૩૭.
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાવૃષ અને વર્ષાવાસ, આ બે શબ્દ દ્વારા સંપૂર્ણ ચાતુર્માસનું કથન છે અને તેમાં વિહાર કરવાના પ્રાયશ્ચિત્તનું સૂચન છે. પ્રાવૃષ શબ્દથી અષાઢ અને શ્રાવણ માસ અર્થાત્ સંવત્સરી સુધીનો કાળ અને વર્ષાવાસ શબ્દથી સંવત્સરીથી કારતક સુદ પૂનમ સુધીનો કાળ ગ્રહણ કર્યો છે. આ બંને સૂત્રનો સંયુક્ત અર્થ આ પ્રમાણે થાય કે ચાતુર્માસમાં સાધુ-સાધ્વી વિહાર કરે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પદમપરાતિ :- પ્રથમ પ્રાવષકાળ. પ્રાકૃષ–વર્ષાકાળ ચાર મહિનાનો હોય છે. સાધુ-સાધ્વીઓ આ