________________
ઉદ્દેશક-૧૦
[ ૧૪૩ ]
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી રાત્રે અથવા વિકાળ સંધ્યા સમયે(પૂર્વે ગ્રહણ કરેલા) પાણી અને આહાર સહિતના ઘચરકાને મોઢામાં આવ્યા પછી પુનઃ ગળી જાય કે ગળી જનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન:
મર્યાદાથી વધારે આહાર કરવાથી ઘચરકો આવે છે. દિવસે, રાત્રે કે વિકાળમાં(સંધ્યા સમયે) ઘચરકો આવે અને જો તે ગળા સુધી આવીને પોતાની મેળે સહજરૂપે પેટમાં ઉતરી જાય કે દિવસે ગળી જાય તો સાધુને તેનું પ્રાયશ્ચિત્ત આવતું નથી, રાત્રિએ ઘચરકો મુખમાં આવી જાય અને ભિક્ષુ તેને જાણીને ગળી જાય તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ સૂત્ર, રાત્રિભોજન સંબંધિત સૂક્ષ્મ મર્યાદાના પાલનનું પ્રેરક છે. આગમકારે ઉદ્ગાલ–ઘચરકો પાછો ગળી જવાને પણ રાત્રિભોજન જ માન્યું છે, તેથી તેનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ગ્લાનની સેવા કરવામાં પ્રમાદઃ३० जे भिक्खू गिलाणं सोच्चा णच्चा ण गवेसइ, ण गवसंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાન-બીમાર સાધુના સમાચાર સાંભળીને અથવા જાણીને તેની માહિતી ન મેળવે કે માહિતી ન મેળવનારનું અનુમોદન કરે, ३१ जे भिक्खू गिलाणं सोच्चा णच्चा उम्मग्गं वा पडिपहं वा गच्छइ, गच्छंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાન સાધુના સમાચાર સાંભળીને અથવા જાણીને ગ્લાન ભિક્ષુ તરફના માર્ગને છોડીને અન્ય માર્ગથી અથવા પ્રતિપથથી ચાલ્યો જાય છે તેમ કરનારનું અનુમોદન કરે, ३२ जे भिक्खू गिलाणवेयावच्चे अब्भुट्ठिए सएण लाभेण असंथरमाणे जो तस्स ण पडितप्पइ ण पडितप्पंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને પોતાના લાભથી(પ્રયત્નથી) ગ્લાનનો નિર્વાહ થતો ન હોય, તેવા સમયે તેની સમીપે ખેદ પ્રગટ કરી તેને આશ્વાસિત ન કરે કે આશ્વાસિત ન કરનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू गिलाणवेयावच्चे अब्भुट्ठिए गिलाणपाउग्गे दव्वजाए अलभमाणे जो तं ण पडियाइक्खइ ण पडियाइक्खतं वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગ્લાનની સેવામાં ઉપસ્થિત થયા હોય અને તેને યોગ્ય ઔષધ, પથ્ય આદિ મળે નહીં અને તે ગ્લાન ભિક્ષુને કહે નહીં કે નહીં કહેનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વૈયાવચ્ચની ઉપેક્ષાનું પ્રાયશ્ચિત્ત કથન છે.