________________
શ્રી નિશીથ સૂત્ર
आहारेमाणे, अह पुण एवं जाणेज्जा- अणुग्गए सूरिए, अत्थमिए वा से जंच मुहे, जं च पाणिसिं, जं च पडिग्गहंसि तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ, जो तं भुंजइ, भुंजंतं साइज्जइ ।
૧૪૨
ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બન્નેં અસમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય–સૂર્યાસ્ત થયો હશે કે નહીં ? તે વિષયમાં સંશયાત્મક આત્મપરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર વાપરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ–સાધ્વી) તે આહારને વાપરે કે વાપરનારાનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમર્થ-અસમર્થ, સંશયાત્મક, નિશ્ચયાત્મક માનસવાળા શ્રમણની અપેક્ષાએ ચૌભંગી યુક્ત । રાત્રિ ભોજન સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. તે ચાર ભંગ આ પ્રમાણે છે—
(૧) સંદેહ રહિત સમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે. (૨) સંદેહ યુક્ત સમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે. (૩) સંદેહ રહિત અસમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે. (૪) સંદેહ યુક્ત અસમર્થ સાધુ આહાર ગ્રહણ કરે છે.
સંથક-અસંથહ :- (૧) સંસ્કૃત- હૃષ્ટ-સ્વસ્થ, સમર્થ. (૨) અસંસૃત– છઠ અને અટ્ટમ આદિ તપથી અશક્ત બનેલા, રૂગ્ણતાથી દુર્બલ શરીરવાળા અથવા લાંબા વિહારમાં આહારના અલાભથી ક્ષુધાતુર ભિક્ષુ અસંસ્કૃત કહેવાય છે અર્થાત્ અસ્વસ્થ- અસમર્થ કહેવાય છે.
પિવિત્તિપિત્ઝા :– વિચિકિત્સા અર્થાત્ વિમર્શ, સંદેહ; સંદેહ જેનામાંથી નીકળી ગયો હોય તે સંદેહ રહિત, નિઃશંક હોય, તેને નિર્વિચિકિત્સ કહેવાય છે.
વિત્તિપિત્ઝાઃ- વાદળા આદિના કારણોથી સૂર્ય દેખાતો ન હોય ત્યારે સૂર્યોદય થયો છે કે નહિ ? અથવા સૂર્યાસ્તના સમયે સૂર્ય છે કે અસ્ત થઈ ગયો છે કે નહીં ? તેવી શંકા હોય તે શંકાયુક્તને વિચિકિત્સ કહેવાય છે.
સંદિગ્ધ અથવા અસંદિગ્ધ અવસ્થામાં આહાર ગ્રહણ કર્યા પછી જો નિર્ણય થઈ જાય કે સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે અથવા આહાર ગ્રહણ કર્યા પછી સૂર્યોદય થયો છે તો સાધુને તે આહાર સેવન કરવો કલ્પતો નથી. સેવન કરવાથી તેને રાત્રિભોજનનો દોષ લાગે છે અને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તે આહાર પાત્રમાં, હાથમાં કે મોઢામાં હોય, તો તેને કાઢીને પરઠવી દેવો જોઈએ અને હાથ આદિને પાણીથી ધોઈ સાફ કરી લેવા જોઈએ. બૃહત્કલ્પ સૂત્ર, ઉ. ૫, સૂ. ૬ થી ૯માં પણ આ જ પ્રકારનું કથન છે.
ઉદગાલ(ઘચરકા)ને પાછો ગળી જવો
--
२९ जे भिक्खू राओ वा वियाले सपाणं सभोयणं उग्गालं उग्गिलित्ता पच्चोगिल, पच्चोगिलंतं वा साइज्जइ ।