________________
ઉદ્દેશક-૧૦
૧૪૧
आहारं आहारमाणे अह पुण एवं जाणेज्जा- अणुग्गए सूरिए अत्थमिए वा से जं च मुहे जं च पाणिसि जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ जो तं भुजइ, भुजतं वा साइज्जइ ।
ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞા(સંકલ્પ)થી બદ્ધ સમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય કે સૂર્યાસ્તના વિષયમાં સંદેહ રહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે– સૂર્યાસ્ત થયો નથી તેવા નિશ્ચયાત્મક આત્મ પરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર કરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ-સાધ્વી) તે આહારને વાપરે અથવા વાપરનારાનું અનુમોદન કરે,
२६ जे भिक्खू उग्गयवित्तीए अणत्थमिय-मणसंकप्पे संथडिए वितिगिच्छा-समावण्णेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता आहारं आहारेमाणे, अह पुण एवं जाणेज्जा - अणुग्गए सूरिए अत्थमिए वा से जं च मुहे जं च पाणिसिं जंच पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ जो तं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થ :- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞાથી બદ્ધ સમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય–સૂર્યાસ્ત થયો હશે કે નહીં ? તે વિષયમાં સંશયાત્મક આત્મપરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર વાપરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ–સાધ્વી) તે આહારને વાપરે કે વાપરનારાનું અનુમોદન કરે,
२७ जे भिक्खू उग्गयवित्तीए अणत्थमिय-मणसंकप्पे असंथडिए णिव्वितिगिच्छासमावण्णेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता आहारं आहारेमाणं, अह पुण एवं जाणेज्जा- अणुग्गएसूरिए, अत्थमिए वा से जं च मुहे, जं च पाणिसिं, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे णाइक्कमइ, जो तं भुंजइ, भुंजंतं वा साइज्जइ ।
ભાવાર્થ:- સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં ભિક્ષાચર્યા કરવાની પ્રતિજ્ઞા(સંકલ્પ)થી બદ્ધ અસમર્થ સાધુ કે સાધ્વી સૂર્યોદય કે સૂર્યાસ્તના વિષયમાં સંદેહ રહિત અર્થાત્ સૂર્યોદય થઈ ગયો છે– સૂર્યાસ્ત થયો નથી તેવા નિશ્ચયાત્મક આત્મ પરિણામથી અશનાદિ ચારે પ્રકારનો આહાર ગ્રહણ કરીને આવે અને ત્યારપછી આહાર કરતા સમયે જાણે કે હજુ સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે, તો તે સમયે જે આહાર મોઢામાં હોય, હાથમાં હોય, પાત્રમાં હોય તેને પરઠી દે, મોઢા આદિની શુદ્ધિ કરી લે, તો તે જિનાજ્ઞાનું અતિક્રમણ કરતાં નથી. જે (સાધુ-સાધ્વી) તે આહારને વાપરે અથવા વાપરનારાનું અનુમોદન કરે,
२८ जे भिक्खू उग्गयवित्तए अणत्थमिय- मणसंकप्पे अंसथडिए वितिगिच्छासमावणेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेत्ता आहारं