________________
૧૪૦ ]
શ્રી નિશીથ સુત્ર
२१ जे भिक्खू उग्घाइय-संकप्पं सोच्चा णच्चा संभुंजइ, संभुंजतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્તના સંકલ્પને સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २२ जे भिक्खू अणुग्घाइयं सोच्चा णच्चा संभुंजइ संभुंजतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્તના સ્થાનનું સેવન કરવાનું સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू अणुग्घाइय-हेउं सोच्चा णच्चा संभुंजइ, संभुंजतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્તના કારણોને સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २४ जे भिक्खू अणुग्घाइय-संकप्पं सोच्चा णच्चा संभुंजइ, संभुजतं वा साइज्जइ। ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્તના સંકલ્પને સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત ભિક્ષુની ત્રણ અવસ્થાઓનો નિર્દેશ છે અને તે સર્વ અવસ્થાવાળા ભિક્ષુઓ સાથે આહાર-પાણી કરવા આદિ વ્યવહારોનું પ્રાયશ્ચિત્ત કથન છે. ૩થાઇયં દે ણિયંઃ- (૧) પ્રાયશ્ચિત્ત સ્થાન સેવનને ‘ઉદ્ઘાતિક” કહે છે. (૨) પ્રાયશ્ચિત્ત સ્થાન (પાપ સેવન)ની આલોચના કરે તે “ઉઘાતિક હેતુ” અને (૩) પ્રાયશ્ચિત્તમાં સ્થાપિત કરવાનો જે દિવસ નિશ્ચિત્ત કર્યો હોય તે દિવસ સુધી “ઉદ્યાતિક સંકલ્પ’ કહેવાય છે.
પ્રાયશ્ચિત્ત સ્થાન સેવનના સમયથી પ્રાયશ્ચિત્તરૂપે પ્રાપ્ત તપ પૂર્ણ થાય ત્યાં સુધી તે સાધુની સાથે આહારનું આદાન-પ્રદાન કરવાનો નિષેધ છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે કરવામાં આવતા તપની વિશિષ્ટ વિધિ અનુસાર પ્રાયશ્ચિત્ત વહન કરનારાની સાથે સામાન્ય બધા જ વ્યવહાર સમાપ્ત કરી દેવામાં આવે છે, પરંતુ અહીં તેની પૂર્વની અવસ્થામાં આહારનો વ્યવહાર બંધ કરવાના ત્રણ વિભાગો દ્વારા કથન કરી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. ત્રણ સૂત્રોમાં ઉદ્યાતિકથી સંબંધિત પ્રાયશ્ચિત્ત અને ત્રણ સૂત્રોમાં અનુઘ્રાતિકથી સંબંધિત પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ચૂર્ણિકારે આ સૂત્રોની વ્યાખ્યામાં પ્રારંભમાં જ કહ્યું છે કે તે છઃ સુતા ! આ છ સૂત્રો..., પરંતુ કાળક્રમે તેના સાંયોગિક ભંગોના સૂત્ર બની ગયા અને વર્તમાને ઉપલબ્ધ પ્રતોમાં ૧૨ સૂત્રો જોવા મળે છે. પ્રસ્તુતમાં ભાષ્ય, ચૂર્ણિ અનુસાર છ સૂત્ર જ રાખ્યા છે. રાત્રિ ભોજનના અતિચારો - २५ जे भिक्खू उग्गयवित्तीए अणथमिय-मणसंकप्पे संथडिए णिव्वितिगिच्छासमावण्णेणं अप्पाणेणं असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहेत्ता