________________
ઉદ્દેશક-૧૦
૧૩૯ |
રાત્રિ-દિવસની મર્યાદાના કથનનું કારણ એ છે કે આ સમય મર્યાદામાં તે કલેશ કરનારા સાધુ આત્મસ્થ બની જાય, તેનો કલેશ શાંત થઈ જાય, ત્રણ રાત દિવસમાં તે શાંત ન થાય, પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરે તો તેની સાથે અન્ય સાધુઓએ આહારાદિ વ્યવહાર બંધ કરવો જોઈએ અને તેમ ન કરે તો તેનું પ્રાયશ્ચિત્ત વિધાન પણ આ સૂત્રમાં કહ્યું છે. ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત કથનાદિઃ१५ जे भिक्खू उग्घाइयं अणुग्घाइयं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્ત સ્થાનને ગુરુપ્રાયશ્ચિત્ત સ્થાન કહે કે કહેનારનું અનુમોદન કરે, १६ जे भिक्खू अणुग्घाइयं उग्घाइयं वयइ, वयंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્ત સ્થાનને લઘુપ્રાયશ્ચિત્ત સ્થાન કહે કે કહેનારનું અનુમોદન કરે, १७ जे भिक्खू उग्घाइयं अणुग्घाइयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્ત સ્થાનનું ગુરુપ્રાયશ્ચિત્ત આપે કે આપનારનું અનુમોદન કરે, |१८ जे भिक्खू अणुग्घाइयं उग्घाइयं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગુરુપ્રાયશ્ચિત્ત સ્થાનનું લઘુપ્રાયશ્ચિત્ત આપે કે આપનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
૧૫–૧૬મા સૂત્રમાં વિપરીત પ્રરૂપણા અને ૧૭-૧૮મા સૂત્રમાં રાગ-દ્વેષ કે અજ્ઞાનતાના કારણે ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત આપવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
જો અલ્પદોષનું વધુ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે તો તે સાધુને પીડા થાય, તે સાધુ પ્રત્યેની અનુકંપા હણાય અને આલોચના કરનાર આલોચક ભય પામે અને પુનઃ કયારેય આલોચના કરે નહિ.
જો મહાદોષનું અલ્પ પ્રાયશ્ચિત્ત આપે તો પૂર્ણ શુદ્ધિ થતી નથી અને પુનઃ દોષ સેવનની સંભાવના રહે. પ્રાયશ્ચિત્ત દેવાના અધિકારીએ પ્રાયશ્ચિત્ત સંબંધી વિપરીત પ્રરૂપણા ન થઈ જાય કે કોઈ સાધુને વિપરીત પ્રાયશ્ચિત્ત ન અપાય જાય તેનો વિવેક રાખવો જોઈએ, તે વિવેક ચૂકાય તો તે પ્રાયશ્ચિત્તને પ્રાપ્ત થાય છે. પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુ સાથે આહારાદિ વ્યવહાર:१९ जे भिक्खू उग्घाइयं सोच्चा णच्चा संभुंजइ, संभुजतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરવાનું સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે, २० जे भिक्खू उग्घाइय-हेउं सोच्चा णच्चा संभुंजइ, संभुजतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી લઘુપ્રાયશ્ચિત્તનું કારણ સાંભળીને કે જાણીને તે સાધુની સાથે આહારાદિનો વ્યવહાર રાખે કે રાખનારનું અનુમોદન કરે,