________________
[ ૧૩૮ ]
શ્રી નિશીથ સૂત્ર
વિવેચન :
અન્ય ગચ્છથી એકલા આવેલા સાધુ, જો સાથે રહેવા ઇચ્છે તો તેની જાણકારી મેળવવી આવશ્યક થાય છે. તેને આગમનનું કારણ પૂછ્યા વિના ત્રણ દિવસથી વધુ સાથે રાખી ન શકાય.
આગંતુક સાધુ જો પરિચિત હોય તો તેના આગમનનું કારણ પૂછવું આવશ્યક છે અને જો અપરિચિત હોય તો તે કોણ છે? કયા ગચ્છનો છે? શા માટે આવ્યો છે? કયાં જવા ઇચ્છે છે? આ સર્વ માહિતી મેળવવી આવશ્યક છે. પરં તિરાવાઓ :– આગંતુક ભિક્ષુ જે દિવસે આવે તે જ દિવસે તેના વિષયક માહિતી પ્રશ્નો પૂછી મેળવી લેવી જોઈએ. જો વિહારના થાક કે રોગાદિ કારણથી તે જ દિવસે ન મેળવી શકાય તો ત્રણ દિવસમાં તેના વિષયમાં માહિતી અવશ્ય મેળવી લેવી જોઈએ. માહિતી મેળવ્યા વિના ત્રણ રાતથી વધુ સમય વ્યતીત કરવો, યોગ્ય નથી.
ગચ્છનાયક અથવા ગચ્છના પ્રમુખ સાધુનું આ કર્તવ્ય છે કે અન્ય ગચ્છમાંથી આવેલા સાધુની પૂછપરછ કરવી, ન કરે તો તેમને પ્રાયશ્ચિત્ત આવે છે. સામાન્ય સાધુને માટે આ પ્રાયશ્ચિત્ત વિધાન નથી.
આવનાર સાધુ આલોચના કરવા માટે, જ્ઞાનપ્રાપ્તિ માટે, સંઘના કાર્ય માટે ઉપસંપદા માટે ઇત્યાદિ શુભ આશયથી આવ્યા હોય અને તેને કાંઈ પૂછવામાં ન આવે, તો તેના શ્રદ્ધા ભાવમાં પરિવર્તન આવી શકે છે અને તેનાથી અપયશ આદિ અનેક દોષોની સંભાવના રહે છે. જો તે ગુરુ આજ્ઞા વિના આવ્યા હોય તો ત્રણ રાત્રિથી વધુ રાખવામાં અદત્ત દોષ તેમજ ક્લેશ, કદાગ્રહ આદિની સંભાવના રહે છે. આ પ્રકારના કારણોથી જ અહીં આગંતુક સાધુની જાણકારી ન મેળવવાના વિષયમાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે.
શુભ આશયથી આવનાર ભિક્ષુ જેટલી અને જે પ્રકારની ગુરુ આજ્ઞા લઈને આવ્યા હોય, તેટલા સમયે અને તે પ્રમાણે તેને રાખી શકાય છે, તેમાં કોઈ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આવતું નથી. ક્લેશ કરીને આવેલા ભિક્ષુ સાથે આહાર - १४ जे भिक्खू साहिगरणं अविओसवियपाहुडं अकडपायच्छित्तं परं ति-रायाओ विप्फालिय अविप्फालिय संभुंजइ, संभुंजतं वा साइज्जइ । ભાવાર્થ-જેણે ક્લેશ કર્યો હોય અને તે ક્લેશને ઉપશાંત ન કર્યો હોય, તેનું પ્રાયશ્ચિત્ત કર્યું ન હોય, તેવા સાધુની પૂછપરછ કરીને કે કર્યા વિના જે ભિક્ષુ તેની સાથે ત્રણ દિવસથી વધુ સમય આહાર કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
બ્રહલ્કલ્પસૂત્ર, ઉદ્દેશક-૪માં બતાવ્યું છે કે કોઈ સાધુને અન્ય કોઈ સાધુ સાથે ક્લેશ થયો હોય તો તેને ખમાવીને શાંત કર્યા વિના, આલોચના-પ્રાયશ્ચિત્ત કર્યા વિના ગોચરી આદિ કોઈ કાર્ય માટે પણ બહાર જવું કલ્પતું નથી.
આ સૂત્રથી ફલિત થાય છે કે ક્લેશયુક્ત ભિક્ષુને ક્લેશના કારણો વગેરે પૂછે તોપણ તે શાંત ન થાય, પ્રાયશ્ચિત્ત ગ્રહણ ન કરે, તો તેની સાથે આહાર આદિ વ્યવહાર રાખી શકાય નહીં. જો ત્રણ દિવસ પછી પણ તે અનુપશાંત ભિક્ષુ સાથે આહારાદિ કરે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. અહીં ત્રણ