________________
ઉદ્દેશક-૧૦
| ૧૩૭ |
વિપરિણમન - અન્યના શિષ્યના ભાવ પરિવર્તિત કરવા તેના ગુરુ આદિના અવગુણ પ્રગટ કરવા, નિંદા કરવી અને પોતાના ગુણ પ્રગટ કરવા, પોતાની પ્રશંસા કરવી. અન્ય પાસે રહેવાની હાનિઓ અને પોતાની પાસે રહેવાનો લાભ દેખાડીને તેના ભાવોનું પરિવર્તન કરવાને વિપરિણમન કહેવાય છે.
- અન્યના શિષ્યનું અપહરણ કે વિપરિણમન કરવામાં ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે, તેમજ સામી વ્યક્તિનો વિશ્વાસઘાત થાય છે, તેથી તેનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. દિશા અપહરણ:११ जे भिक्खू दिसं अवहरइ, अवहरतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દીક્ષાર્થીનું અપહરણ કરે કે કરનારનું અનુમોદન કરે, १२ जे भिक्खू दिसं विप्परिणामेइ, विप्परिणामेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી દીક્ષાર્થીના ભાવોનું વિપરિણમન-પરિવર્તન કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દીક્ષાર્થીના ભાવ પરિવર્તન અને અપહરણના પ્રાયશ્ચિત્તનું કથન છે.
શિષ્ય બે પ્રકારના હોય છે– (૧) દીક્ષિત(સાધુ) અને (૨) દીક્ષાર્થી(વૈરાગી). પૂર્વના બે સૂત્રોમાં દીક્ષિત સાધુનું અને પ્રસ્તુત બે સૂત્રમાં દીક્ષાર્થીનું કથન છે.
અપહરણ અને વિપરિણમન એ બંને ભિન્ન-ભિન્ન ક્રિયાઓ છે. ક્રિયા હંમેશાં કર્તા વ્યક્તિ સાથે સંબંધિત હોય છે, તેથી ૬ નો અર્થ દીક્ષિત શિષ્ય કરવામાં આવે છે. તિરં દિશા(ગુરુ-ગુરુણીનો નિર્દેશ) જેના માટે હોય તે દિશાવાન અર્થાતુ દીક્ષાર્થી. આ રીતે સિં શબ્દથી દીક્ષાર્થીનું કથન કરવામાં આવ્યું છે.
પ્રવ્રજ્યા અથવ ઉપસ્થાપના(વડી દીક્ષા)ના સમયે નવદીક્ષિતને જે આચાર્ય, ઉપાધ્યાયના નેતૃત્વનો નિર્દેશ કરાય છે, તે તેની દિશા કહેવાય છે. તે આચાર્ય, ઉપાધ્યાયના નિર્દેશને છોડાવીને અન્ય આચાર્ય, ઉપાધ્યાયનું કથન કરાવવું તે શિષ્યની દિશાનું અપહરણ કર્યું કહેવાય છે. તે જ પ્રમાણે સાધ્વીને માટે પણ જે પ્રવર્તિનીનો નિર્દેશ કરવાનો હોય તેને પરિવર્તિત કરીને અન્ય પ્રવર્તિનીનો નિર્દેશ કરવો, તે તેની દિશાનું અપહરણ કર્યું કહેવાય છે.
અપહરણમાં સીધો અન્ય આચાર્ય-ઉપાધ્યાયનો નિર્દેશ કરાય છે અને વિપરિણમનમાં નવદીક્ષિતના વિચારોમાં પરિવર્તન કરવામાં આવે છે. આ બંને ક્રિયાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અજ્ઞાત સાધુને આશ્રય:१३ जे भिक्खू बहियावासियं आएसं परं ति-रायाओ अविफालेत्ता संवसावेइ, संवसावेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અન્ય ગચ્છમાંથી આવેલા સાધુને આવવાનું કારણ વગેરે પૂછ્યા વિના ત્રણ દિવસથી વધુ સમય સાથે રાખે કે રાખનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.