________________
શ્રી નિશીથ સૂત્ર
અને વર્તમાન ત્રણે કાળ સંબંધી નિમિત્ત કથન થાય છે. પ્રસ્તુત બે સૂત્રોમાં વર્તમાન અને ભવિષ્ય નિમિત્ત કહેવાનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત વિધાન છે. ભૂતકાળના નિમિત્ત કથનનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્તનું વિધાન તેરમા ઉદ્દેશકમાં કહ્યું છે.
નિમિત્ત કથનનો નિષેધ આગમોમાં અનેક સ્થાને કરવામાં આવ્યો છે, યથા–
૧૩૬
जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउजंति ।
ન હૈં તે સમળા વુન્પતિ, વં આરિä અવન્હાય ॥ –ઉત્તરા. અ. ૮, ગાથા—૩. અર્થ :- જે સાધક લક્ષણ શાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર એવું અંગ વિધાનો પ્રયોગ કરે છે, તે શ્રમણ કહેવાતો નથી, તેમ તીર્થંકરોએ કહ્યું છે.
छिन्नं सरं भोमंमंतलिक्खं, सुविणं लक्खणदंडवत्थुविज्जं ।
વિયાર સરસ વિનય, ને વિન્ગાહિં ન નીવડ્ સ મિલ્લૂ ॥ –ઉત્તરા. અ. ૧૫/૭. અર્થ :– જે છેદન વિદ્યા, સ્વર વિધા, ભૌમ વિદ્યા, અંતરિક્ષ વિધા, સ્વપ્ન, લક્ષણ, દંડ વસ્તુ વિધા, અંગ સ્ફુરણ અને સ્વર વિજ્ઞાન આદિ વિધાઓ દ્વારા આજીવિકા કરતો નથી, તે ભિક્ષુ છે.
णक्खत्तं सुमिणं जोगं, णिमित्तं मंत भेसज्जं ।
શિદિનો તે ન માત્ત્વે, મૂયાદિરળ પયં || –દશવૈકાલિક સૂત્ર, અ. ૮, ગાથા—૫૦. અર્થ :– નક્ષત્ર, સ્વપ્ન, વશીકરણ, યોગ, નિમિત્ત, મંત્ર અને ભેષજ; આ સર્વ જીવ હિંસાના સ્થાન છે. તેથી મુનિ ગૃહસ્થોને તેના ફળાફળ ન કહે અને જો કહે તો તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે.
(૧) નિમિત્ત કથનથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. (ર) સાધક સંયમ સાધનાથી ચલિત થાય છે. (૩) સાવધ પ્રવૃત્તિઓનું નિમિત્ત બને છે. (૪) પરંપરાએ અનેક અનર્થોની સંભાવના રહે છે.
સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યયન-૧૨, ગાથા–૧૦માં કહ્યું છે કે– નિમિત્ત કથન કેટલીક વાર સત્ય અને કેટલીક વાર અસત્ય પણ થઈ જાય છે, જેથી સાધુનો યશ અને બીજું મહાવ્રત દૂષિત થાય છે. શિષ્ય અપહરણઃ
९ जे भिक्खू सेहं अवहरइ, अवहरतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી અન્યના શિષ્યનું અપહરણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, १० जे भिक्खू सेहं विप्परिणामेइ, विप्परिणामेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી અન્યના શિષ્યના ભાવોને પરિવર્તિત કરે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અન્યના શિષ્ય (સાધુ)ના ભાવોનું પરિવર્તન કરીને તેને પોતાની પાસે લઈ લેવાનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અપહરણ ઃ– અન્યના શિષ્યને પોતા તરફ આકર્ષિત કરવા માટે આહાર આદિ આપવા, શિક્ષા અને જ્ઞાન આપવું તેમજ તેને લઈને અન્યત્ર ચાલ્યા જવું, પોતાના શિષ્ય સાથે તેને અન્યત્ર મોકલી દેવા.