________________
ઉદ્દેશક-૧૦
[ ૧૩૫ ]
(૨) ઉપધિ આધાકર્મ - સાધુના નિમિત્તે જે ઉપધિ બનાવવામાં આવે તે ઉપધિ આધાકર્મ કહેવાય. તેના બે પ્રકાર છે- વસ્ત્ર ઉપધિ અને પાત્ર ઉપધિ. વસ્ત્ર પાંચ પ્રકારના અને પાત્ર ત્રણ પ્રકારના હોય છે. ઉપલક્ષણથી ઔધિક અને ઔપગ્રહિક બંને પ્રકારની ઉપધિનું ગ્રહણ થઈ જાય છે. (૩) વસતિ આધાકર્મ :- શય્યા કે સાધુના ઉતરવાના સ્થાન-મકાનને વસતિ કહેવામાં આવે છે. સાધુ માટે ઉપાશ્રય કે મકાન બનાવવામાં આવે તો તે 'વસતિ આધાકર્મ' કહેવાય છે.
પહેલા અને અંતિમ તીર્થંકરના શાસનમાં કોઈ પણ સાધુના નિમિત્તે બનાવેલો આહાર તે સાધુને કે અન્ય કોઈ પણ સાધુને લેવો કલ્પતો નથી. જ્યારે મધ્યના બાવીસ તીર્થંકરના શાસનમાં જે સાધુ કે સાધુ સમુદાય માટે આહાર બનાવવામાં આવ્યો હોય, તે સાધુ કે તે સાધુ સમુદાયને તે આહાર લેવો કલ્પતો નથી, પરંતુ અન્ય સાધુ કે અન્ય સાધુ સમુદાયને તે લેવો કહ્યું છે. તેઓ માટે તે આહાર ઔદેશિક કહેવાય છે. આધાકર્મ અને ઔદેશિક વચ્ચે તફાવત :- જે સાધુ કે સાધુ સમુદાય માટે આહાર બનાવવામાં આવ્યો હોય તેઓ માટે તે આહાર આધાકર્મ દોષથી દૂષિત કહેવાય. તે સિવાયના અન્ય સાધુ કે સાધુ સમુદાય માટે તે આહાર ઔદેશિક કહેવાય.
મધ્યમ બાવીશ તીર્થકરના શાસનમાં આધાકર્મ દોષયુક્ત આહાર અગ્રાહ્ય હોય છે પણ ઔદેશિક દોષયુક્ત અગ્રાહ્ય નથી. જ્યારે પહેલા અને અંતિમ તીર્થંકરના શાસનમાં આધાકર્મ અને ઔદેશિક બંને દોષવાળા આહાર અગ્રાહ્ય છે.
પ્રસ્તુતમાં આધાકર્મ અને ઔદેશિક બંને પ્રકારના દોષયુક્ત આહાર સેવન કરવાનું પ્રાયશ્ચિત્ત સમજવું જોઈએ. ઉપધિ અને મકાન સંબંધી પ્રાયશ્ચિત્ત અન્ય ઉદ્દેશકોમાં(પાંચમા, ચૌદમા, અઢારમા ઉદ્દેશકમાં) છે. આચા, શ્ર.-૨, અ.-૧, ઉ–૯, સૂ.-૧, તથા સૂય. શ્ર.-૨, અ.-૧, ગા.-૮ થી ૧૧૧ માં આધાકર્મી આહાર ગ્રહણનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. નિમિત્ત કથન :| ७ जे भिक्खू पडुप्पण्णं णिमित्तं वागरेइ, वागरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી વર્તમાન વિષયક નિમિત્ત'નું કથન કરે કે કરનારનું અનુમોદન કરે, |८ जे भिक्खू अणागयं णिमित्तं वागरेइ, वागरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ભવિષ્ય વિષયક નિમિત્ત'નું કથન કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિમિત્ત કથનનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
હસ્ત રેખા, પગની રેખા, મસ્તક રેખા કે શરીરના અન્ય લક્ષણોથી, તિથિ, વાર અથવા રાશિથી, જન્મતિથિ અથવા જન્મ કુંડળીથી, પ્રશ્ન કરવાથી ઇત્યાદિ અનેક રીતે ભૂત-ભવિષ્યના શુભાશુભ પ્રસંગોના કથનને નિમિત્ત કથન કહે છે.
લાભ-અલાભ, સુખ-દુઃખ અને જન્મ-મરણ એ નિમિત્ત કથનના વિષય છે અને ભૂત-ભવિષ્ય