________________
૧૩૪ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી અનંતકાય સંયુક્ત(મિશ્રિત) આહાર કરે અથવા કરનારનું અનુમોદન કરે છે, તેને ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અનંતકાય સંયુક્ત-મિશ્રિત ખાદ્ય પદાર્થોના આહાર કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
સાધુ જાણી જોઈને તો સચિત્ત અનંતકાયને ગ્રહણ ન કરે, પરંતુ કોઈ ખાદ્ય પદાર્થમાં સચિત્ત અનંતકાયના ટુકડા મિશ્રિત કરેલા હોય અથવા કોઈ અચિત્ત ખાદ્ય પદાર્થમાં લીલ-ફૂગ થઈ ગઈ હોય, તેવો અનંતકાય મિશ્રિત આહાર અજાણતા ગ્રહણ થઈ જાય અને આહાર કરતાં સમયે અથવા આહાર કરી લીધા પછી ખબર પડે, તો તે સંબંધી અહીં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અનેક પ્રકારના મિષ્ટાન્ન કે અથાણા આદિમાં લીલ ફગની શક્યતા રહે છે. તે સર્વ આહાર કાય સયુક્ત કહેવાય છે સાધુએ તેવા પદાર્થોને તપાસીને ગ્રહણ કરવા જો
આચા, શ્રુ.-૨, અ-૧, ઉ.-૧, સૂ–૧સચિત્ત પદાર્થની અંતર્ગત પારંપનક–લીલફૂગ મિશ્રત આહાર લેવાનો નિષેધ છે, તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. આધાકમદિનો ઉપયોગ - |६ जे भिक्खू आहाकम्मं भुंजइ, भुंजतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી આધાકર્મી આહારનું સેવન કરે કે સેવન કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃઆધાકર્મ :- આ - પૂર્ણ રીતે, થા - ધારણ કરીને અર્થાતુ મનમાં સાધુનું અવધારણ કરીને, વર્ષ – સાવધ ક્રિયાઓ. દ્વારા નિષ્પન્ન આહાર, તે આધાકર્મ આહાર કહેવાય છે.
संजयं च मणे किच्चा,णिप्फाए ओयणाइयं ।
छक्कायजीवमद्देणं, आहाकम्म मुणेहि तं ॥ અર્થ - સંયમી સાધુને મનમાં અવધારીને અર્થાત્ સાધુના માટે છકાય જીવનું મર્દન(હનન) કરીને જે ઓદનાદિ આહાર બનાવે, તે આધાકર્મ આહાર જાણવો.
વ્યાખ્યાકારે તેની ભાવપરક ચાર વ્યાખ્યા કહી છે– (૧) જેના ગ્રહણથી આત્મા કર્મથી આવૃત્ત થાય તે આધાકર્મ. (૨) જેના ગ્રહણથી આત્માવિશુદ્ધ સંયમ સ્થાનથી અશુદ્ધ સંયમ સ્થાન તરફ અધોગમન કરે તે અધોકર્મ. (૩) જેના ગ્રહણથી જ્ઞાનાદિ ભાવોનું હનન થાય તે આત્મહાન–આતાહમ્મ. (૪) જે આહારાદિ ગ્રહણથી પરકર્મ અર્થાતુ ગૃહસ્થના કર્મથી પોતાના કર્મનો બંધ કરે તે અત્તકર્મો. આધાકર્મના પ્રકાર:-આધાકર્મના ત્રણ પ્રકાર છે–આહાર આધાકર્મ, ઉપધિ આધાકર્મ, વસતિ આધાકર્મ. (૧) આહાર આધાકર્મ :- સાધુના નિમિત્તે જ આહાર બનાવવામાં આવે તે આહાર આધાકર્મ કહેવાય છે તેના ચાર પ્રકાર છે– અશન, પાન, ખાધ અને સ્વાદ્ય.