________________
ઉદ્દેશક-૧૦
[ ૧૩૩ ]
– દશમો ઉદેશક - VIEW ૪૧ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાન //e/2/
આચાર્યાદિની આશાતના - | १ जे भिक्खु भदंतं आगाढं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ગુરુ-આચાર્યાદિ ભગવંતને રોષ યુક્ત વચન કહે કે કહેનારનું અનુમોદન કરે
२ जे भिक्खु भदंतं फरुसं वयइ, वयंत वा साइज्जइ ।। ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યાદિ ભગવંતને કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खु भदंतं आगाढं फरुसं वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યાદિ ભગવંતને રોષયુક્ત કઠોર વચન કહે કે કહેનારનું અનુમોદન કરે, | ४ | जे भिक्खु भदत अण्णयरीए अच्चासायणाए अच्चासाएइ, अच्चासाएत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આચાર્યાદિ ભગવંતની તેત્રીશ આશાતનાઓમાંથી કોઈ પણ પ્રકારની આશાતના કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન -
મહંત પૂજ્ય પુરુષો. પ્રસ્તુત સૂત્રમાં ભદંત શબ્દ દ્વારા ગુરુ, રત્નાધિક અને આચાર્યાદિ સર્વ પદવીધર વગેરે પૂજ્ય પુરુષોની આશાતના સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે. આ દં– જે વચન બોલવાથી શરીર ગરમ થઈ જાય, અંદરનો કષાયભાવ પ્રગટ થાય, તેવા વચન “આગાઢ” વચન કહેવાય છે. – સ્નેહ રહિત, અપ્રિય વચન અર્થાત્ રોષ ન હોવા છતાં સાંભળનારને અપ્રિય લાગે, હૃદયમાં વાગે તેવા વચન. ગાઢ જે વચન રોષ યુક્ત પણ હોય અને અપ્રિય પણ હોય તે.
સાધુ આચાર્યને, તમે તો હીન જાતિના છો ! તેમ સ્પષ્ટ રીતે કઠોર વચન કહે અથવા વ્યંગયુક્ત વાક્યથી કહે કે- જોયા તમને, તમે તો જાતિ સંપન્ન છો ને! આ જાતિ સંબંધી આગાઢ-કઠોર વચન છે. તે જ રીતે કુળ, રૂપ, ભાષા, ધન, બલ, દીક્ષા પર્યાય યશ, લાભ, આત્મબળ, ઉંમર, બુદ્ધિ, ધારણા-સ્મૃતિ, ઉપગ્રહ, શીલ, સમાચારી ઇત્યાદિ વિષયોને લઈને કઠોર વચન બોલાય છે. કુલ આદિને લઈને આગાઢ આદિ વચન સમજી લેવા. ઉત્ત. અ.-૧ તથા અ. ૧૭માં દશ. અ.-૯માં રત્નાધિક આદિની અવિનય, આશાતનાના દુષ્કળ બતાવી તેમ ન કરવાનું શિષ્યને સૂચન છે. તેનું આ પ્રાયશ્ચિત્ત સૂત્ર છે. અનંતકાય સંયુક્ત આહાર:| ५ जे भिक्खू अणंतकाय-संजुत्तं आहारं आहारेइ, आहारतं वा साइज्जइ ।