________________
ઉદ્દેશદ-૯
[ ૧૨૭ ]
રાજ્યાભિષેક સમયે ગમનાગમન -
१९ जे भिक्खु रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं महाभिसेयंसि वट्टमाणंसि णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાનો મહાન રાજ્યાભિષેક થતો હોય તે સમયે બહાર નીકળે કે પ્રવેશ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
જે સમયે રાજાનો મહારાજ્યાભિષેક થઈ રહ્યો હોય તે સમયે તે નગરીમાં અનેક કાર્યોને માટે રાજપુરુષોનું અને લોકોનું આવાગમન થતું હોય છે. તે સમયે સાધુઓએ પોતાના સ્થાનમાં જ રહેવું જોઈએ. કોઈ પણ જગ્યાએ ગમનાગમન કરવું ન જોઈએ અથવા તે દિશાઓમાં ગમનાગમન કરવું ન જોઈએ. ગમનાગમન કરતાં સાધુને જોઈ, રાજા કે કર્મચારીઓના મનમાં મંગલ-અમંગલની ભાવના જાગે; તત્સંબંધી પૂર્વોક્ત દોષો અને જનાકીર્ણતા જન્ય અનેક દોષોની સંભાવના રહે છે, તેથી અહીં તેનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. રાજધાનીમાં વારંવાર પ્રવેશ - २० जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं इमाओ दस अभिसेयाओ रायहाणीओ उद्दिवाओ गणियाओ वंजियाओ अंतो मासस्स दुक्खत्तो वा तिक्खुत्तो वा णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ, तं जहा- चंपामहुरा, वाणारसी, सावत्थी, साकेय, कपिल्लं, कोसंबी, मिहिला, हत्थिणाउर, रायगिह। ભાવાર્થ – શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાઓના રાજ્યાભિષેકની ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેતપુર, કાંડિલ્ય, કૌશાંબી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગૃહી, આ દસ નગરીઓ કે જે રાજધાનીરૂપે ગણાય છે અને રાજધાનીરૂપે પ્રસિદ્ધ છે તે રાજધાનીઓમાં જે સાધુ કે સાધ્વી એક મહિનામાં બે કે ત્રણવાર પ્રવેશ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મોટી રાજધાનીમાં જવા સંબંધી પ્રાયશ્ચિત્તનું કથન છે.
આ દસ રાજધાનીઓમાં બાર ચક્રવર્તીઓ થયા છે. જેમાંથી શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ત્રણેય એક જ હસ્તિનાપુર નગરીમાં થયા. તેથી બારમાં બે ઓછા થતાં દસ રાજધાનીઓનું કથન છે. આવી મોટી રાજધાનીઓમાં મહિનામાં એક થી વધુ વાર જવાનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
મોટી-મોટી રાજધાનીઓમાં તેની રક્ષાની વ્યવસ્થા વધુ સઘન હોય છે. સાધુ એકથી વધુ વાર આ રાજધાનીઓમાં વિહાર કરીને જાય, તો વારંવાર નગરીમાં સાધુઓને આવતાં જોઈ રાજપુરુષોને તે સાધુ ગુપ્તચર હોવાની શંકા થાય અને તે કારણે સાધુને પકડે, મારે વગેરે અનેક દોષોની સંભાવના રહે છે.
મોટી રાજધાનીઓમાં રાજ્ય સંબંધી તથા નગરજનોના અનેક મહોત્સવ ચાલતા જ હોય અને તેમાં નૃત્ય-ગીત, વાજિંત્રવાદન, સ્ત્રી-પુરુષોના મનમોહક રૂપ આદિ વિષય-વિકાર વર્ધક વાતાવરણ