________________
૧૨૮ ]
શ્રી નિશીથ સૂત્ર
સર્જાતું હોય છે, તે જોઈ ભક્તભોગીને પૂર્વકાલીન ભોગની સ્મૃતિ થાય અને અભુક્ત ભોગીને કુતૂહલવૃત્તિથી સંયમમાં અરતિ તથા અસમાધિ ઉત્પન્ન થાય; બાહ્ય કોલાહલના કારણે સ્વાધ્યાય-ધ્યાન આદિમાં અલના થાય; રસ્તામાં ઘણા વાહનોની અવર-જવરના કારણે કોઈ વાહનાદિ સાથે અથડાયતો આત્મ વિરાધના થાય અને સંઘટ્ટાદિના દોષ લાગે માટે સાધુ આવી મોટી રાજધાનીઓમાં મહિનામાં એકવારથી વધુવાર જાય નહીં.
આ સૂત્રમાં રાજધાની રૂપે તત્કાલીન દસ મહાનગરોનાં નામ આપ્યા છે. જે સમયે જે મહાનગરો કે રાજધાનીઓ હોય તેને માટે આ નિયમ સમજી લેવો જોઈએ. કુત્તો gિlો :- બીજીવાર, ત્રીજીવાર. સાધુને આ પ્રકારની રાજધાનીઓમાં એકવાર પ્રવેશ કરવો કલ્પનીય છે, પરંતુ કોઈ વિશિષ્ટ કારણ વિના બીજીવાર પ્રવેશ કરે કે ત્રીજીવાર પ્રવેશ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે. રાજ્યાધિકારીના આહારનું ગ્રહણ:|२१ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ, तं जहाखत्तियाण वा राईण वा कुराईण वा रायवसियाण वा रायपेसियाण वा । ભાવાર્થ-જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના– (૧) અંગરક્ષક,(ર) ખંડિયારાજા (૩) કુરાજા–સમીપ નગરસ્થ રાજા, જાગીરદાર (૪) રાજાના વંશજ (૫) રાજ સેવકો ઇત્યાદિ અન્ય માટે રાખેલા અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
२२ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । तं जहाणडाण वा णट्टाण वा कच्छुयाण वा जल्लाण वा मल्लाण वा मुट्ठियाण वा वेलबगाण वा खेलयाण वा कहगाण वा पवगाण वा लासगाण वा।। ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના- (૧) નટ (૨) નૃત્યકારો (૩) દોરી પર નૃત્યકરનારા (૪) રાજાનો સ્તુતિપાઠ કરનારા (૫) મલ્લયુદ્ધ કરનારા (૬) મુષ્ટિયુદ્ધ કરનારા (૭) વાંસ પાઈપ વગેરે પર લટકીને વિવિધ પ્રકારે પ્રદર્શન કરનારા અથવા વિદુષકની જેમ વિવિધ ચેષ્ટાઓ કરનારા (૮) ભૂમિ પર અનેક પ્રકારની રમતનું પ્રદર્શન કરનારા (૯) કથા કરનારા (૧૦) જલ-કીડા કરનારા-તરનારા, (૧૧) જય-જય ધ્વનિ કરનારા(છડી પોકારનારા) ઇત્યાદિના નિમિત્તે રાખેલા આહારને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે, २३ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा परस्स णीहडं पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । तं जहाआसपोसयाण वा हत्थिपोसयाण वा महिसपोसयाण वा वसहपोसयाण वा सीहपोसयाण वा वग्घपोसयाण वा अयपोसयाण वा पोयपोसयाण वा मिगपोसयाण वा सुणयपोसयाण वा सूयरपोसयाण वा मेंढपोसयाण वा कुक्कुडपोसयाण वा