SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૨૬ | શ્રી નિશીથ સૂત્ર ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : પૂર્વ સૂત્રોમાં વિવિધ પ્રકારના રાજપિંડ સંબંધી પ્રાયશ્ચિત્ત કથન આવી ગયું છે, તેમ છતાં રાજાની વિવિધ અવસ્થાઓની સ્પષ્ટતા માટે આ સૂત્રોમાં ભિન્ન-ભિન્ન રીતે અન્યત્ર ગયેલા રાજાના આહારાદિને ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે. વહિયા શિયા- પોતાના રાજમહેલ સિવાય અન્ય કોઈપણ સ્થાનમાં રાજા ગયા હોય તો ત્યાં તેમના માટે અશનાદિ બનાવવામાં આવે છે અને તે ત્યાં જ ભોજન કરે છે. તે ક્ષેત્રમાં પણ ભોજન રાજાની માલિકીનું હોય, તો તે રાજપિંડ કહેવાય છે અને તે ભોજન ગ્રહણ કરવું સાધુને કલ્પતું નથી અને જ્યાં નિમંત્રણ પામીને રાજા ભોજન કરતાં હોય તથા ભોજનની માલિકી નિમંત્રણ આપનારની હોય, તો ભોજન કરીને રાજાના ગયા પછી સાધુ ત્યાંથી આહારાદિ ગ્રહણ કરી શકે છે, કારણ કે તે ભોજન રાજપિંડ કહેવાતું નથી. ૩વધૂળ :- ૩૫ઝુદાં -પુષ્ટિકારક, આમંત્રણપૂર્વક પુષ્ટિકારક, મનોભિલષિત ભોજનના આયોજનને ૩વવૃદળીય કહેવાય છે. નગરની કોઈ પણ વ્યક્તિએ પુષ્ટિકારક અલ્પાહાર કે પૂર્ણાહારનું આયોજન કર્યું હોય અને તેમાં રાજાને આમંત્રણ આપ્યું હોય, તો જ્યાં રાજા અને તેમની સાથે આવેલા લોકો જ્યાં સુધી ભોજન કરતાં હોય, ત્યાં સુધી સાધુએ ભિક્ષા માટે ત્યાં જવું ન જોઈએ. રાજા આદિની ઉપસ્થિતિમાં ત્યાં જવું આપત્તિજનક છે, માટે તેનું અહીં ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. આ સૂત્રનો ભાવાર્થ એ છે કે જ્યાં રાજા ભોજન કરી રહ્યા હોય તે સમયે તે ઘરમાં ભિક્ષા માટે જવું કલ્પતું નથી. તેઓ ભોજન કરીને ચાલ્યા જાય પછી તે ઘરમાં આહાર લેવા જાય તો આ સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવતું નથી. રાયરના પરિવુતિ તાદે ... – આ સૂત્રાનુસાર રાજા ક્યાંય અલ્પસમય માટે આવીને રહ્યાં હોય, ત્યાં યોગસંયોગથી સાધુ પણ વિહાર કરીને આવી પહોંચે અને સાધુને રાજાના આગમનની જાણકારી થાય, તો ત્યાં તેની આજુબાજુ પણ સાધુએ નિવાસ કરવો જોઈએ નહીં. સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે– સલા અસાદુ વાર્દિ, સમાદિ ૩ તદાયસા વિ II સૂય. અ. ૨, ઉર્દૂ. ૨, ગાથા–૧૮. અર્થ- સાધુ માટે રાજાનો સંસર્ગ હિતાવહ નથી. રાજાનો સંસર્ગ અસમાધિ ઉત્પન્ન કરે છે. રાજાના નિવાસ સ્થાનની બહાર અને આસપાસ તેના રાજરક્ષકો ચોકીપહેરો કરતા હોય છે, તેમાંથી કોઈ ધર્મનો અજાણ હોય, તો તે સાધુને રાજ નિવાસથી નજીકમાં જોઈને શંકાથી વિવિધ પ્રકારે પૂછપરછ કરે, પકડે, મારે આદિ પરિસ્થિતિઓ ઊભી થવાની સંભાવના રહે છે, તેથી તેવી જગ્યાએ સાધુ નિવાસ કરવાથી સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે. ની સંપત્તિમાં સત્તા વિરા - યાત્રાર્થે નીકળેલા રાજા અને યાત્રા કરી પાછા ફરતાં રાજા. સુત્ર ૧૩ થી ૧૮ સુધીના છ સૂત્રોમાં યુદ્ધ, નદી અને પર્વત, તે ત્રણ પ્રકારની યાત્રાએ જવા અને પાછા આવવાનું કથન છે. તે યાત્રાએ જતાં અને પાછા આવતા માર્ગમાં રાજાનો પડાવ અને છાવણી નાંખવામાં આવે છે અને ત્યાં આહારાદિ બનાવવામાં આવે છે. અહીં તે પડાવમાંથી રાજાના આહારાદિ ગ્રહણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે. કોઈપણ પરિસ્થિતિમાં સાધુ માટે રાજપિંડ ગ્રાહ્ય નથી.
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy