________________
શ્રી નિશીથ સૂત્ર
પ્રાયશ્ચિત્ત નિશીથ સૂત્રના ૧૨મા ઉદ્દેશકમાં બતાવ્યું છે. આ સૂત્રમાં રાજા તથા રાણીને જોવાની પ્રવૃત્તિ અત્યંત આપત્તિજનક હોવાથી તે સંબંધી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
૧૨૪
રાજા-રાણીને જોવા જવાના થતાં દોષો :- (૧) ભદ્રદોષ- રાજા નગરમાંથી બહાર નીકળતા હોય તે સમયે સાધુને જોઈ તેને શુકન-મંગલરૂપ માને અને કદાચ કાર્ય સિદ્ધ થાય તો નગરમાં આવી સાધુનું સન્માન કરે, પ્રસન્ન બની વસ્ત્રાદિ આપી સત્કાર કરે. સત્કાર-સન્માનની પ્રાપ્તિથી સાધુ સંયમમાં પ્રમાદી બને, તો સંયમ વિરાધના થાય. (૨) અભદ્ર દોષ– રાજા સાધુને જોઈ અપશુકન માને અને કદાચ કાર્યમાં વિઘ્ન આવવાથી નગરમાં પાછા આવે ત્યારે સાધુ પર દ્વેષ કરી, લોકોને આહાર-પાણી આપવાની ના પાડે, સાધુને નગરમાંથી બહાર કાઢે. (૩) રાજમાર્ગ પર રાજસવારી નીકળે ત્યારે હજારો લોકો રાજાના દર્શન માટે ભેગા થયા હોય સાધુ પણ રાજાને જોવા માટે ત્યાં જાય, તો તેને જોઈ લોકો સાધુ પ્રત્યે અનેક સંકલ્પ વિકલ્પ કરે અને લોકોની શ્રદ્ધા-ભક્તિમાં હાનિ થાય, મિથ્યાત્વ પામે. (૪) અલંકૃત રાણીને જોવાથી સાધુને મોહાસક્તિ ઉત્પન્ન થાય, સંયમથી પતિત બને, શાસનની નિંદા-લઘુતા થાય ઇત્યાદિ કારણોથી પ્રસ્તુત સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન છે.
વ્યાખ્યાકારે તેનો પ્રાયશ્ચિત્ત ક્રમ આ પ્રમાણે પણ બતાવ્યો છે— મળસા ચિંતેતિ માલનુ, ક્રિતે चलहुं, पदभेदे चउगुरुं, एगपद भेदे वि चउगुरगा, किमंग पुण दिट्ठे ?
અર્થ— રાજા-રાણીને જોવનો વિચાર કરે તો ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત, જોવાની ઇચ્છાથી ઊભા થાય તો લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત અને પગ ઉપાડે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે, તો જોવાની તો વાત જ કયાં રહે ? અર્થાત્ આ પ્રકારે જોવાની પ્રવૃત્તિ સાધુને કલ્પતી નથી.
અન્ય સ્થાને ગયેલા રાજાના આહારનું ગ્રહણ :
१० जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं मंसखायाण वा मच्छखायाण वा छविखायाण वा बहिया णिग्गयाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ ।
-
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી માંસ, માછલી, શીંગ વગેરે ખાવા માટે બહાર વનપ્રદેશ વગેરે ક્ષેત્રમાં ગયેલા શુદ્ધ વંશીય, મૂર્ધાષિક્ત ક્ષત્રિય રાજાના અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
११ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं अण्णयरं उववूहणियं समीहियं पेहाए तीसे परिसाए अणुट्टियाए, अभिण्णाए अवोच्छिण्णाए जो तमण्णं पडिग्गाहेइ, पडिग्गार्हेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાને પુષ્ટિકારક, મનોભિલષિત ભોજન અપાતું હોય, તે જોઈને તે રાજપરિષદ ત્યાંથી ઊભી થઈને બહાર નીકળી ગઈ ન હોય, તેમાંથી એક પણ વ્યક્તિ રહી હોય, તેવા સમયે ત્યાંથી આહાર ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે.
१२ अह पुण एवं जाणेज्जा इहज्ज रायखत्तिए परिवुसिए जे भिक्खू ताए गिहाए ताए पएसाए ताए उवासंतराए विहारं वा करेइ, सज्झायं वा करेइ, असणं वा