________________
ઉદ્દેશક-૯
૧૨૩
વિવેચનઃ
રાજધાની આદિમાં પ્રવેશ કર્યા પછી સાધુએ સ્થાપ્ય કુલોની અને શય્યાતરના કુળની જાણકારી મેળવી લેવી જોઈએ, તે જ રીતે રાજાના છ સ્થાનોની પણ જાણકારી મેળવવી આવશ્યક છે, કારણ કે આ છ સ્થાનો સાધુ માટે દોષસ્થાનો છે. શય્યાતર અને સ્થાપ્ય કુલોની જાણકારી વિના સાધુને ગોચરીએ જવાનો નિષેધ છે. તે જ રીતે રાજાના આ છ સ્થાનોને જાણવા માટે ૪-૫ દિવસની છૂટ આપવામાં આવી છે, તેથી ઉત્કૃષ્ટ ૪-૫ દિવસમાં તો ગોચરી જનાર શ્રમણે આ સૂત્રોક્ત છ સ્થાનોની જાણકારી અવશ્ય મેળવી લેવી જોઈએ. તેમ કરવામાં ઉપેક્ષા રાખે તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્રોક્ત છ સ્થાનો આ પ્રમાણે
સમજવા.
૬. વ્હોટ્ટાનારસાલાળિ– ધાન્ય, મેવા આદિના(ભંડાર) કોઠાર. ૨. ભંડારસાતા–િવસ્ત્ર, અનાજ વગેરેના ભંડાર. રૂ. પાળસાપ્તાળિ– અનેક પ્રકારના પીણાના સંગ્રહ સ્થાન. ૪. હીરસાતા-િ લીવર । દૂધ, દહીં, ઘી આદિના સંગ્રહ સ્થાન. બ. ગેંગલાલાષિ- જ્યાંવિવિધ(૧૭) પ્રકારના ધાન્યના ઢગલા રૂપે સંગ્રહ થતો હોય અને ક્રય—વિક્રય થતું હોય તે. ૬. મહાળલસાપ્તાખિ— જ્યાં વિવિધ પ્રકારનો આહાર વિપુલ પ્રમાણમાં નિષ્પન્ન થતો હોય તેવા મોટા રસોડા.
સાધુ આ સ્થાનોની જાણકારી, ગવેષણા કર્યા વિના ગોચરીએ નીકળે તો તે સ્થાનોમાં ભિક્ષાર્થે પહોંચી જવાની સંભાવના છે. તે સ્થાનના રક્ષક જો ભદ્રપરિણામી હોય અને સાધુને આહારાદિ આપે તો રાજપિંડ ગ્રહણ કર્યાનો દોષ લાગે અને જો તે રક્ષક પ્રતિકૂળ થાય તો ચોર કે ગુપ્તચર સમજી સાધુને પકડે, કષ્ટ આપે, તિરસ્કાર કરે, કેદ કરે, આ રીતે ઉપસર્ગ થતાં સંયમવિરાધના, આત્મવિરાધના અને શાસનની લઘુતા થાય છે માટે ગોચરીએ જતાં પૂર્વે સાધુએ રાજાના આ છ સ્થાનોની જાણકારી મેળવવી આવશ્યક છે. સવારીમાં નીકળેલા રાજા-રાણીના દર્શન ઃ
८ जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं आगच्छमाणाणं वा णिग्गच्छमाणाणं वा पयमवि चक्खुदंसण-पडियाए अभिसंघारेइ, अभिसंघातं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિય રાજાના નગરમાં નીકળવાના સમયે તેને જોવાના સંકલ્પથી(ઇચ્છાથી) એક પગલું પણ ઉપાડે કે ઉપાડનારનું અનુમોદન કરે,
९ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं इत्थीओ सव्वालंकारविभूसियाओ पयमवि चक्खुदंसण-पडियाए अभिसंघारेइ, अभिसंघारेतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શુદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત, ક્ષત્રિયરાજાની સર્વ અલંકારથી વિભૂષિત રાણીઓને જોવાની ઇચ્છાથી એક પગલું ઉપાડે અથવા ઉપાડનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
આચારાંગ સૂત્રમાં સાધુ માટે દર્શનીય સ્થળોએ જવાનો નિષેધ છે અને તે સંબંધી લઘુચૌમાસી