________________
૧રર |
શ્રી નિશીથ સૂત્ર
હોવાથી પ્રતોમાં વયત અને શક્તિ બંને પ્રકારે પાઠ જોવા મળે છે, તેથી પ્રસ્તુત સંસ્કરણમાં બંને પ્રકારના શબ્દોને વૈકલ્પિક રૂપે સ્વીકારીને વલ ને કૌંસમાં રાખ્યો છે. રાજાના દાનપિંડનું ગ્રહણ:| ६ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं दुवारियंभत्तं वा पसभत्त वा भयगभत्त वा बलभत्त वा कयगभत्त वा हयभत्त वा गयभत्त वा कतार भत्तं वा दुब्भिक्खभत्तं वा दुकालभत्तं वा दमगभत्तं वा गिलाणभत्तं वा बद्दलियाभत्तं वा पाहुणभत्तं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી શુદ્ધ વંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાના- દ્વારપાળો, પશુઓ, નોકરો, સૈનિકો, દાસ-દાસીઓ, ઘોડાઓ, હાથીઓ, અટવીના યાત્રિકો, દુર્ભિક્ષપીડિતો, દુકાળ પીડિતો, દીન-દુઃખીઓ, રોગીઓ, અતિવૃષ્ટિથી પીડિતો અને મહેમાનોના નિમિત્તે બનેલા ભોજનને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચના:
- અનેક રાજકુળોમાં, શ્રીમંતકુળોમાં પ્રતિદિન દ્વારપાળ, નોકર આદિને ભોજન આપવાની પરંપરા હોય છે. તેમાંથી કોઈ પણ પ્રકારનું ભોજન સાધુ ગ્રહણ કરે તો જેઓ માટે ભોજન બનાવ્યું હોય તેઓને અંતરાય પડે, તેઓ માટે બીજીવાર ભોજન બનાવે, તો આરંભ-સમારંભ થાય અને રાજપિંડ સંબંધી પૂર્વોક્ત દોષો પણ લાગે, માટે તે પ્રકારના આહાર ગ્રહણનું અહીં પ્રાયશ્ચિત્ત કહ્યું છે. Goભg-દુજાત - એક વરસે અનાજ ઉત્પન્ન ન થાય તો દુર્ભિક્ષ અને ઘણા વરસથી અનાજ ઉત્પન્ન થતું ન હોય તો દુષ્કાળ કહેવાય છે.
પ્રતોમાં સૂત્રપાઠના કુવાાિં ભત્ત વગેરે શબ્દોના ક્રમ અને સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુતમાં સુવાર્ષિ માં થી પાદુiાં પર્વતના ૧૪ શબ્દોને સ્વીકાર્યા છે. રાજાના કોઠારાદિને જાણ્યા વિના ગોચરી ગમન - |७ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं इमाइं छद्दोसाययणाई अजाणिय, अपुच्छिय अगवेसिय परं चउराय-पंचरायाओ गाहावइकुलं पिंडवायपडियाए णिक्खमइ वा पविसइ वा णिक्खमंतं वा पविसंतं वा साइज्जइ, तं जहाकोट्ठागारसालाणि वा भंडागारसालाणि वा पाणसालाणि वा खीरसालाणि वा गंजसालाणि वा महाणससालाणि वा । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી શ્રદ્ધવંશીય, મૂર્ધાભિષિક્ત ક્ષત્રિય રાજાની કોઠાર શાળા, ભંડારશાળા, પાનકશાળા, ક્ષીરશાળા(ડેરી), ગંજશાળા અને રસોઈશાળા, આ છ દોષ સ્થાનોની ચાર-પાંચ દિવસમાં જાણકારી મેળવ્યા વિના, પૃચ્છા અને ગવેષણા કર્યા વિના, ગોચરીની ઇચ્છાથી ગૃહસ્થના ઘરમાં જવા નીકળે, પ્રવેશ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.