________________
૧૧૮ |
શ્રી નિશીથ સૂત્ર
રાજાના આ ત્રણે યવિશેષણ તેના સ્વરૂપદર્શક છે અને રાજાના મહત્વને પ્રદર્શિત કરે છે. ચોવીસમાં તીર્થકરના શાસનમાં સાધુ-સાધ્વીઓને મૂર્ધાભિષિક્ત મોટા રાજાઓનો આહાર લેવો કલ્પતો નથી. રાજાના રસોઈગૃહમાં કે અન્યત્ર રાજા માટે બનાવેલો આહાર સાધુને લેવો કલ્પતો નથી. તેના જાગીરદાર, ઠાકોર આદિના આહાર ગ્રહણનો નિષેધ સમજવો ન જોઈએ.
સમવાળ્યું – જ્યાં ઘણાં લોકો ભેગા મળે છે, તેવા “મેળા' વગેરે સ્થાનમાં (આચારાંગ, શ્ર.-૨, અ.-૧, ઉ–, સૂ.-૩). fપંડનિયરે– પિતૃ ભોજન, શ્રાદ્ધ. (આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉદ્દેશક–૨, સૂત્ર-૩) ૦૬ - શિવ, મહાદેવ, મુખ્ય – વાસુદેવ મહોત્સવઃ - ભગવતી શતક–૯, ઉદ્દેશક–૩૩માં મુકંદ મહોત્સવ માટે વાસુદેવ મહોત્સવ શબ્દપ્રયોગ છે. રેડ્ય – ચૈત્ય – દેવકુલ, દેવાલય, મંદિર. સર – ખોદાવ્યા વિના સ્વતઃ નિષ્પન્ન જળાશય-તળાવ. તડા – ખોદાવીને તૈયાર કરેલું તળાવ.
અનેક પ્રકારના મહોત્સવમાં રાજા માટે બનાવેલો આહાર સાધુ ગ્રહણ કરે, તો તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. મહોત્સવોના સ્થાનોમાં જવાથી મહારંભ અને સંઘટા આદિ અનેક દોષોની સંભાવના રહે છે. તેમજ રાજાનું પ્રસન્ન થવું કે નારાજ થવું બંને સ્થિતિઓ પણ અનેક દોષોનું નિમિત્ત થઈ શકે છે માટે તે પ્રકારના સ્થાનોમાં સાધુએ જવું જોઈએ નહીં. પ્રસ્તુત સૂત્રોમાં રાજપિંડના નિષેધ સાથે દાનપિંડ અને સંખડી પિંડ આદિનો પણ નિષેધ થઈ જાય છે. દશ, અ-૩, તથા આચા, શ્ર.-૨, અ–૧૫, ઉ.-૩માં રાજપિંડનો; દશ., અ.૫, ગા.-૪૭ થી પરમી ગાથામાં દાનપિંડ અને આચા., શ્ર.-૨, અ.-૧, ઉ–રમાં સંખડીમાંથી આહાર ગ્રહણનો નિષેધ છે. તેનું અહીં (સૂત્ર ૧૪ થી ૧૮)માં પ્રાયશ્ચિત્ત કથન છે. ૩રસદૃ – ઉત્કૃષ્ટ આહાર. તેના બે અર્થ છે. (૧) કાગડા વગેરે માટે રાખેલો આહાર (૨) રાજાએ જમી લીધા પછી વધેલો એઠો આહાર. સદ્ પિંદુ :- સંસક્ત પિંડ. તેના બે અર્થ છે– (૧) ગરીબ વગેરેને દેવા માટે રાખેલો આહાર (૨) બધાના જમી લીધા પછી વધેલો આહાર,
ઉપલબ્ધ અનેક પ્રતોમાં જિનિપિંડ પાઠ અધિક છે. ભાષ્ય ચૂર્ણિમાં તેની વ્યાખ્યા નથી તથા તેનો ભાવ દાન પિંડ અને વનીપક પિંડમાં ગર્ભિત થઈ જાય છે, તેથી તે શબ્દ અહીં ગ્રહણ કર્યો નથી.
આ રીતે આ ઉદ્દેશકના ૧૮ સૂત્રો દ્વારા ૧૮ ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનનો ઉલ્લેખ છે.
છે આઠમો ઉદ્દેશક સંપૂર્ણ