________________
પ્રાકશન
૧૧૯
નવમો ઉદ્દેશક
પરિચય ORORORORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૨૭ પ્રકારના ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે. તેમાં રાજપિંડ અને રાજા સંબંધિત અનેક પ્રસંગોનું પ્રાયશ્ચિત્ત કથન છે. વિવિધ સ્થાનોમાં ગયેલા રાજાના આહારને તે-તે સ્થાનમાંથી ગ્રહણ કરવાના નિષેધ સાથે અંતઃપુરમાં પ્રવેશીને કે અંતઃપુરમાંથી લઈને આવેલા આહાર ગ્રહણનો નિષેધ છે.
દશવૈકાલિક અ. ૩માં રાજપિંડ ગ્રહણને અનાચાર કહ્યો છે તથા ઠાણાંગ સૂત્રના પાંચમા ઠાણામાં પાંચ કારણથી રાજાના અંતઃપુરમાં પ્રવેશ કરવાનું આપવાદિક કથન છે. આ ઉદ્દેશકના પ્રથમ ત્રણ સૂત્રોનો વિષય અન્ય આગમોમાં છે જ્યારે શેષ સૂત્ર ૪ થી ૨૭ સુધીના સૂત્રોમાં અન્ય આગમોમાં અનિર્દિષ્ટ વિષયનું કથન તથા પ્રાયશ્ચિત્ત છે.
આ પ્રમાણે આ ઉદ્દેશકમાં અન્ય આગમોમાં અનુક્ત વિષય જ અધિક છે અને સંપૂર્ણ વિષય એક માત્ર રાજા, રાજાના સંબંધી તથા રાજાની વિવિધ પ્રવૃત્તિઓથી સંબંધિત છે, તે જ પ્રસ્તુત ઉદ્દેશકની વિશેષતા છે.
܀܀܀܀܀