________________
ઉદ્દેશક-૮
૧૧૭
१५ जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं उत्तरसालंसि वा उत्तरगिहंसि वा रीयमाणाणं असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઉત્તર(અન્ય) શાળા કે ઉત્તરગૃહમાં થોડા સમય માટે આવેલા મૂર્વાભિષિક્ત, શુદ્ધવંશીય, ક્ષત્રિય રાજાના અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, १६ जे भिक्खू रणो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं हयसालागयाण वा गयसालागयाण वा मंतसालागयाण वा गुज्झसालागयाण वा रहस्ससालागयाण वा मेहुणसालागयाण वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અશ્વશાળા, હસ્તિશાળા, મંત્રશાળા, ગુપ્તશાળા, મૈથુનશાળામાં સ્થિત મૂર્ધાભિષિક્ત શુદ્ધ વંશીય ક્ષત્રિય રાજાના અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
१७ जे भिक्खू रण्णो खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं सण्णिहिसण्णिचयाओ खीरं वा दहिं वा णवणीयं वा सप्पि वा गुलं वा खंड वा सक्करं वा मच्छंडियं वा अण्णयरं भोयणजायं पडिग्गाहेइ, पडिग्गार्हतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી મૂર્ધાભિષિક્ત, શુદ્ધ વંશીય ક્ષત્રિય રાજાના ખાદ્ય સામગ્રીના સંગ્રહ સ્થાનમાંથી દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, સાકર કે મિશ્રી તેમજ અન્ય કોઈ પણ પ્રકારની ભોજન સામગ્રી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે,
१८ भिक्खू रण खत्तियाणं मुदियाणं मुद्धाभिसित्ताणं उस्सट्ठपिंडं वा संसट्ठपिंडं वा अणाहपिंडं वा वणीमगपिंडं वा पडिग्गाहेइ पडिग्गार्हतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મૂર્વાભિષિક્ત, શુદ્ધવંશીય, ક્ષત્રિય રાજાના ઉત્કૃષ્ટ પિંડ, સંસક્તપિંડ, અનાથપિંડ, વનીપકપિંડને ગ્રહણ કરે કે ગ્રહણ કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના ૧૮ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રાજપિંડ ગ્રહણનું પ્રાયશ્ચિત્ત વિધાન છે.
અહીં રાજાને માટે ત્રણ વિશેષણોનો પ્રયોગ છે, યથા- (૧) મુદ્દિય- શુદ્ધ વંશીય, (૨) મુદ્ધાભિસિત્ત– અનેક રાજાઓ દ્વારા અભિસિક્ત અથવા માતા-પિતા દ્વારા અભિસિક્ત અર્થાત્ અનેક રાજાઓ જેના ચરણમાં ઝૂકે છે તેવા મોટા રાજા. (૩) રખ્ખો વ્રુત્તિયાળ– ક્ષત્રિય રાજા.