________________
| ૧૧૪ |
શ્રી નિશીથ સૂત્ર
ઉપલક્ષણથી કોઈ પણ સ્થાનમાં એકલા સાધુએ એકલી સ્ત્રી સાથે વાતચીત કરવી, ઊભા રહેવું આદિ એક પણ ક્રિયા કરવી ન જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં સ્ત્રી સંસર્ગને તાલપુટ વિષની ઉપમા આપી છે અને સો વર્ષની વૃદ્ધા સાથે પણ સંસર્ગ કરવાનો નિષેધ કર્યો છે. દશ, અ.-૮, ગા. પર થી ૫૮; ઉત્ત. અ.-૧, ગા.-૨૬ તથા અ-૩૩, ગા.-૧૩ થી ૧૬માં તથા અન્ય આગમોમાં સાધુ માટે સ્ત્રી સંસર્ગનો નિષેધ જોવા મળે છે. ભાષ્યમાં કહ્યું છે
अवि मायरं पि सद्धि, कहातु एगागियस्स पडिसिद्धा ।
किं पुण अणारियादी, तरुणित्थीहिं सहगयस्स ॥२३४४॥ અર્થ- સાધુને એકલી વૃદ્ધ માતા અથવા બહેન આદિ સાથે ધર્મકથા કરવી પણ કલ્પતી નથી, તો પછી અન્ય તરુણી કે અન્ય સ્ત્રી સાથે કથા વાર્તા ક્યાંથી કરી શકે? અર્થાત્ એકલો સાધુ એકલી સ્ત્રી તથા એકલી સાધ્વી સાથે કથાવાર્તા કરી શકે નહીં.
વિહરં જે- અહીં પ્રસંગોપાત વિહારનો અર્થ સાથે રહેવું, તેમ કરવામાં આવ્યો છે, જ્યારે વા પાસવર્ણ વા પરિવે- ઉચ્ચાર પ્રસવણ પરઠવાનો અર્થ ઈંડિલ ભૂમિમાં જવું, તેવો અર્થ થાય છે. ગારિયે.. અનાર્ય કામકથા, નિરંતર અપ્રિય કથા કહેવી અથવા કામનિષ્ફર(નિષ્ફર અશ્લીલ) વાતો કરવી.
આ સ્થાનો સિવાયના સ્થાનોનું અર્થાત્ ઉપાશ્રય આદિનું ગ્રહણ પણ ઉપલક્ષણથી સમજી લેવું. રાત્રિ-કથા નિષેધ - |१० जे भिक्खु राओ वा वियाले वा इत्थीमज्झगए, इत्थीसंसत्ते इत्थीपरिवुडे अपरिमाणाए कह कहेइ, कहेंत वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ સ્ત્રી પરિષદમાં, સ્ત્રીઓની મધ્યમાં અર્થાતુ સ્ત્રી પરિષદમાં કે સ્ત્રીના સમુદાયમાં રાત્રે અથવા સંધ્યા સમયે અપરિમિત ધર્મકથા કરે કે કરનારનું અનુમોદન કરે છે, તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુને માટે રાત્રિ કથાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
આગમોમાં સાધુ માટે રાત્રે સ્ત્રી સમુદાયને કે પુરુષ યુક્ત સ્ત્રી પરિષદને ધર્મકથા કહેવાનો નિષેધ છે. અપરિમાણ:- અપરિમિત કથા. અનેક સાધુઓ હોય તો પણ સ્ત્રી સમુદાયને રાત્રે અપરિમિત કથા કરવાનો નિષેધ છે. ભાષ્ય ચૂર્ણિમાં પણ કહ્યું છે કે
इत्थीणं मज्झम्मि, इत्थीसंसत्ते परिवुडे ताहि ।
चउ पंच उ परिमाणं, तेण परं कहंत आणादी ॥२४३०॥ परिमाणं जाव तिण्णि चउरो पंच वा वागरणाणि, परतो छट्ठादि अपरिमाणं -यूलि અર્થ- સાધુ સ્ત્રી પરિષદ, સ્ત્રી યુક્ત પરીષદ અને સ્ત્રીના સમુદાયને ત્રણ, ચાર, પાંચ પ્રશ્નના ઉત્તર