________________
ઉદ્દેશક-૮
[ ૧૧૫ |
આપે કે પાંચ ગાથાનું કથન કરે તો તે પરિમિતકથા કહેવાય છે. છ કે છથી વધુ પ્રશ્નો, છ કે છથી વધુ ગાથાઓનું કથન કરે, તો તે અપરિમિતકથા કહેવાય છે.
સાધુ આપવાદિક સ્થિતિમાં રાત્રે આ સૂત્રાનુસાર સંક્ષિપ્ત અને પરિમિત ધર્મકથા કહી શકે છે, પરિમાણનું ઉલ્લંઘન કરી અપરિમિત કથા કહે તો ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વાં વહે – આ સૂત્રમાં ‘કથા” શબ્દ દ્વારા ધર્મકથા-ધર્મોપદેશનું ગ્રહણ કરાય છે. સાધ્વી વિષયક સંકલ્પ-વિકલ્પઃ११ जे भिक्खू सगणिच्चियाए वा परगणिच्चियाए वाणिग्गंथीए सद्धिंगामाणुगामं दूइज्जमाणे पुरओ गच्छमाणे, पिट्ठओ रीयमाणे, ओहयमणसंकप्पे चिंतासोयसागरसंपविटे, करयलपल्हत्थमुहे, अट्टज्झाणोवगए, विहारं वा करेइ जाव असमणપોષ વદ ૬, વહેત વા સારૂ I ભાવાર્થ :- જે સાધુ સ્વગણ અથવા અન્ય ગણની સાધ્વી સાથે તેની આગળ કે પાછળ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સંકલ્પ-વિકલ્પ કરે, ચિંતાતુર રહે, શોક સાગરમાં ડૂબી જાય, હથેળી ઉપર મુખ રાખીને આર્તધ્યાન કરે વાવતું સાધુને અયોગ્ય વાર્તાલાપ કરે કે તેમ કરનારની અનુમોદના કરે છે, તેને ગુરુચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુતમાં સાધુના સાધ્વી વિષયક સંકલ્પ-વિકલ્પના પ્રાયશ્ચિત્તનું કથન છે.
સાધુને ગોચરી અને ધર્મકથા સિવાય સ્ત્રીસંપર્ક તથા સ્ત્રી પરિચયનો અને સાધ્વી સાથે સુત્રાર્થ વાચના સિવાય સંપર્ક અને પરિચયનો નિષેધ છે.
સામાન્ય રીતે સાધુ-સાધ્વીને એકબીજાના ઉપાશ્રયમાં બેસવું-ઊભા રહેવું વગેરેનો નિષેધ, બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૩, સૂત્ર–૧, રમાં છે અને આ સૂત્રમાં સાધુ-સાધ્વીનો સાથે વિહાર અને અતિસંર્પક અને તન્જન્ય આર્તધ્યાન વિષયક પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ઉપાશ્રયમાં સ્ત્રીનો રાત્રિ નિવાસઃ|१२ जे भिक्खू णायगंवा अणायगंवा उवासयं वा अणुवासयं वा अंतो उवस्सयस्स अद्ध वा राइ कसिणं वा राई संवसावेइ, संवसावेंत वा साइज्जइ । ભાવાર્થ-જે સાધુ સ્વજન-અન્ય જનની ઉપાસિકા કે અનુપાસિકા(સ્ત્રીને)ને ઉપાશ્રયમાં અર્ધ(અપૂર્ણ) રાત્રિ કે પૂર્ણ રાત્રિ નિવાસ કરાવે છે તેમ કરાવનારનું અનુમોદન કરે.(તેને ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.) વિવેચન :
આ સૂત્રમાં ઉપાસક-અનુપાસક શબ્દનો પ્રયોગ છે. સામાન્ય રીતે શ્રાવક માટે ઉપાસક અને શ્રાવિકા માટે ઉપાસિકા' શબ્દનો પ્રયોગ થાય છે. અહીં ‘ઉપાસક' શબ્દથી પ્રસંગને અનુલક્ષીને ઉપાસિકા
સ્ત્રી' અર્થ ગ્રહણ કરવો જોઈએ. ભાષ્ય તેમજ ચૂર્ણિમાં પણ આજ વાત કહી છે. કં પુખ સુત્ત Oિ પડુ આ સૂત્ર સ્ત્રીની અપેક્ષાએ કહ્યું છે.