________________
૧૧૦]
શ્રી નિશીથ સૂત્ર
સૂયગડાંગ ધ્રુ. ૧, અ. ૪. બે ઉદ્દેશાત્મક સંપૂર્ણ ચોથું અધ્યયન બ્રહ્મચર્ય વિષયક છે.
આચારાંગ સૂત્ર, શ્રુ. ૧, અ. ૯, ઉ. ૪માં બ્રહ્મચર્યની સુરક્ષા માટે અનેક ઉપાયોનું કથન કરતાં અંતે સંથારો કરી મરણ સ્વીકાર કરવાનું પણ સૂચિત કર્યું છે.
આચારાંગ સૂત્ર અધ્યયન-૮, ઉદ્દેશક-૪માં બ્રહ્મચર્યની સુરક્ષા માટે કટોકટીના પ્રસંગે ફાંસીથી મૃત્યુ સ્વીકારવાનું સૂચન છે અને તથા પ્રકારના મરણને કલ્યાણકારી કહ્યું છે.
“નવવાડ” અને “દસ બ્રહ્મચર્ય સમાધિ સ્થાન આ બંનેના વિષયોમાં પ્રાયઃ સમાનતા છે. બ્રહ્મચર્યની પૂર્ણ સુરક્ષા માટે તેમાં વર્ણિત સૂચનાઓનું કાળજી પૂર્વક પાલન કરવું અનિવાર્ય છે.
મોહનીય કર્મના પ્રબલ ઉદયમાં બ્રહ્મચર્ય દૂષક પ્રવૃત્તિઓની સંભાવના રહે છે. તેવા સમયે બ્રહ્મચર્ય વ્રતનાં અતિચારોનું કે અનાચારોનું આચરણ કરવાથી સાધક પોતાના સંયમમાં સ્થિર રહી શકતો નથી. આગમોમાં અન્ય અંધજનોની અપેક્ષાએ મોહાંધને પ્રગાઢ અંધ કહ્યો છે માટે સાધકે સતત સાવધાન રહીને આગમાનુસાર આહાર-વિહારનો વિચાર રાખી દોષોથી રહિત જીવન વ્યતીત કરવું જોઈએ.
આ ઉદ્દેશકના સર્વ સૂત્રોમાં બ્રહ્મચર્ય મહાવ્રતને દૂષિત કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
ને છકો-સાતમો ઉદ્દેશક સંપૂર્ણ