________________
પ્રાકશન
૧૧૧
આઠમો ઉદ્દેશક
પરિચય ORROROORROR
પ્રસ્તુત ઉદ્દેશકમાં ૧૮ પ્રકારના ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનું કથન છે, યથા–
ધર્મશાળા, ઉદ્યાન, અટ્ટાલિકા, દગમાર્ગ, શૂન્યગૃહ, તૃણગૃહ, યાનશાળા, દુકાન, ગોશાળા આદિ ઉદાહરણરૂપે કથિત ૪૪ સ્થાનોમાં એકલા સાધુએ એકલી સ્ત્રી સાથે રહેવું, આહાર આદિ કરવા,સ્વાધ્યાય આદિ કરવા, સ્થંડિલ ભૂમિમાં જવું કે વિકારોત્પાદક વાર્તાલાપ કરવો.
રાત્રિના સમયે સ્ત્રી પરિષદમાં અથવા સ્ત્રી યુક્ત પુરુષ પરિષદમાં અપરિમિત કથા કરવી, સાધ્વીની સાથે વિહાર આદિ કરવો, અતિ સંપર્ક રાખવો, ઉપાશ્રયમાં સ્ત્રીને રાત્રે રહેવા દેવી, તેનો નિષેધ ન કરવો તથા તેની સાથે બહાર ગમનાગમન કરવું,
અનેક પ્રકારના મહોત્સવમાં મૂર્ધાભિષિક્ત રાજાના આહારને ગ્રહણ કરવો, ઉત્તરશાળા, ઉત્તરગૃહ તથા અશ્વશાળા આદિમાં રાજાના આહારને ગ્રહણ કરવો, રાજાના દૂધ, દહીં આદિના સંગ્રહ સ્થાનોમાંથી આહારને ગ્રહણ કરવો, રાજાના ઉત્કૃષ્ટ પિંડ આદિ, દાન નિમિત્તે સ્થાપિત આહારને ગ્રહણ કરવો ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.