________________
૧૦૨ |
શ્રી નિશીથ સૂત્ર
(૩) ૦
બરાબર ન થાય, અતિરિક્ત રજોહરણના પોલાણમાં કંથવા વગેરે જીવો બેસી જાય, ક્યારેક તે જીવોની વિરાધના થવાથી સંયમ વિરાધના થાય, લાકડી લાંબી હોય તો જમીનને અડતા કંથવા, કીડી વગેરે જીવની વિરાધના થાય. પ્રમાણથી ન્યૂન રજોહરણ હોય તો પણ પ્રમાર્જન કાર્ય બરાબર ન થાય અને અર્ધપ્રમાર્જિત ભૂમિ પર પગ પડતાં સંયમ વિરાધના થાય, ઇત્યાદિ કારણોથી જૂનાધિક રજોહરણ રાખવામાં આવે, તો આ સૂત્રથી લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૨) સુમારું રચંદરા લીલા – રજોહરણનું શીર્ષ એટલે રજોહરણની દેશીઓના નાકાઓ જે નાકાના સ્થાનથી દેશીઓને દોરામાં પરોવવામાં આવે છે, તે નાકાને સૂક્ષ્મ બનાવે. પ્રમાણથી વધુ પાતળા બનાવે. શોભા માટે તેને પાતળા બનાવે તો દેશી પણ પાતળી બને અને દેશીની સંખ્યા વધુ રાખવી પડે તથા પાતળા નાકાવાળી દેશી ટકાઉ ન બને માટે નાકા પાતળા ન કરતાં મધ્યમ કરવા જોઈએ.
સન નં :- કંડસગ બંધન. રજોહરણની દેશીઓને પરસ્પર દોરાથી બાંધવામાં આવે, તેને કંસગ બંધન કહે છે. આવા બંધન કરવામાં વધુ સમય લાગે છે, તેથી સ્વાધ્યાય-ધ્યાનાદિમાં વિક્ષેપ થાય છે, પરંતુ દેશીઓ છૂટી પડી જાય તેમ હોય તો તેને સંબદ્ધ કરી દેવાથી છૂટી ન પડે અને પ્રતિલેખનામાં સુવિધા રહે; તેવા સમયે દેશીઓને બાંધવાનું પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ નવી દેશીઓને વિના કારણે પરસ્પર દોરાથી બાંધે, તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.
અન્ય વ્યાખ્યા પ્રમાણે કંડસગ(કંદુક) એટલે દડાની જેમ રજોહરણને દોરાથી કે કપડાંથી બાંધી રાખે તોપણ તે કંસગ બંધન કહેવાય છે અને તેમ કરનારને પણ આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. (૪) વિદીe:- રજોહરણને વ્યવસ્થિત અને મજબૂત બાંધવો જોઈએ. તેના કપડાંમાં ક્યાંય જીવ જંતુ બેસી ન શકે, તેમજ તે છૂટી પણ ન જાય. અવ્યસ્થિત કે વારંવાર છૂટી જાય તેવી રીતે બાંધવું અવિધિ બંધન છે અને તેનું જ પ્રાયશ્ચિત્ત કથન છે. એક બંધન કે ત્રણથી વધુ બંધન કરવા તે પણ અવિધિ બંધન છે. તેનું પ્રાયશ્ચિત્ત કથન અહીં સ્વતંત્ર(૪૭મા) સૂત્રથી કર્યું છે. રજોહરણ દ્વારા પ્રમાર્જન બરાબર થઈ ન શકે તેમ તેને બાંધવો તે પણ અવિધિ બંધન છે. (૫) cવર્ષ:- રજોહરણ વ્યવસ્થિત બંધાયો હોય તો જ પ્રમાર્જન બરાબર થઈ શકે. દાંડી પર રજોહરણને વ્યવસ્થિત રીતે બાંધવા ત્રણ બંધનની આવશ્યકતા રહે છે. રજોહરણને એક જ બંધનથી બાંધે તો પ્રમાર્જન કરતાં રજોહરણ છુટી જવાની સંભાવના રહે, છૂટેલા રજોહરણથી પ્રમાર્જન કરતાં જીવોને પરિતાપ પહોંચે વિરાધના થાય, પ્રતિલેખનના કાળ સિવાય પણ છૂટેલા રજોહરણને પુનઃ પુનઃ બાંધવો પડે અને સ્વાધ્યાયમાં અલના થાય માટે તેનું પ્રાયશ્ચિત્ત વિધાન કહ્યું છે. (૬) પર સિબ્દ વંધાઈ – દાંડી પર રજોહરણને વ્યવસ્થિત બાંધવા ત્રણ બંધનની જરૂર છે. (૧) દાંડીની નીચેના ભાગમાં, (૨) દાંડીની ઉપરના ભાગમાં (૩) દેશીઓના સમૂહ પાસે તેમ ત્રણ બંધન બાંધવા આવશ્યક છે. ત્રણથી વધુ ચાર-પાંચ બંધન બાંધે તો પ્રાયશ્ચિત્ત આવે છે. (૭) સિ૬:- આજ્ઞા વિનાના રજોહરણ. તીર્થકરો દ્વારા અદત્ત અર્થાત્ જે રજોહરણ રાખવાની તીર્થકરોએ આજ્ઞા આપી નથી તેવો રજોહરણ રાખવો તે લિટું કહેવાય છે. ઊન, ઊંટના વાળ, શણ, દાભ(ઘાસ) અને મૂંજ આ પાંચ પ્રકારના રજોહરણ રાખવાની તીર્થકરોની આજ્ઞા બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દેશક-૨ તથા ઠાણાંગ સૂત્ર, સ્થાન–પમાં છે. આ પાંચ પ્રકાર સિવાયના અન્ય પ્રકારના રજોહરણ રાખે તો તે
સિટું કહેવાય છે અને તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે.