________________
ઉદ્દેશક-૫
૧૦૩.
(૮) વોટું - ૩૬ વેરાગો, જળ = ત તુ હરિ વોસ૬
આ સોસ૬, વોલ થરંત આવી ૨૨૮૧ અર્થ– આત્મ પ્રમાણ અર્થાત્ શરીર પ્રમાણ(૫-૬ ફૂટ) ક્ષેત્રથી દૂર રાખેલો રજોહરણ વોસદુ કહેવાય છે રજોહરણ દૂર રાખવાથી આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, રજોહરણ પોતાની આસપાસમાં હોય, તો પોંજવાની જરૂર પડે ત્યારે તુરંત તેને ગ્રહણ કરી શકાય છે. દૂર રહેલો રજોહરણ યથાસમયે ઉપયોગમાં આવતો નથી, તેથી તેનું પ્રાયશ્ચિત્ત આવે છે. (૯) ફિ :- અધિષ્ઠિત થવું. શરીરના કોઈપણ અવયવ, હાથ-પગ આદિ નીચે રજોહરણને દબાવવો તે અધિષ્ઠિત થવું કહેવાય છે; તેમ કરવું રજોહરણનો અનાદર છે. રજોહરણ ઋષિધ્વજ પણ કહેવાય છે માટે પોજવા સિવાય તેનો ઉપયોગ કરાય નહીં. (૧૦) ૩ન્સીસમૂર્તઃ-મસ્તક તો ઉત્તમાંગ છે તેમ છતાં રજોહરણને માથા નીચે રાખી, ઓશીકું કરી સૂવું નહિ. તેમ કરવાથી પણ રજોહરણનો દુરુપયોગ તથા અનાદર થાય છે. જે વસ્તુનું જે કાર્ય હોય તેમાં જ તેનો ઉપયોગ કરવો યોગ્ય કહેવાય છે.
નિશીથ સુત્રની કેટલીક પ્રતોમાં રજોહરણ પર સુવે, પાસા બદલે તેવા અર્થમાં ત ક્રિયાપદથી એક સૂત્ર વધુ જોવા મળે છે, પણ તેનો સમાવેશ નહિ અને ઉલ્લાસમૂર્વ ના સૂત્રમાં થઈ જાય છે.
આ ઉદ્દેશકગત પર સૂત્રોમાં પર લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સ્થાનોનો ઉલ્લેખ છે.
પાંચમો ઉદ્દેશક સંપૂર્ણ