________________
ઉદ્દેશક-૫
[ ૧૦૧]
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રજોહરણને શરીર પ્રમાણ ક્ષેત્રથી દૂર રાખે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५१ जे भिक्खू रयहरणं अहिडेइ, अहिटुंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી રજોહરણ પર અધિષ્ઠિત થાય કે તેમ કરનારનું અનુમોદન કરે. ५२ जे भिक्खू रयहरणं उस्सीसमूले ठवेइ, ठवेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રજોહરણને ઓશીકે સ્થાપે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકના પર પ્રાયશ્ચિત્ત સ્થાનમાંથી કોઈપણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં રજોહરણ સંબંધી વિપરીત ક્રિયાઓના પ્રાયશ્ચિત્તનું કથન છે. લાકડી સહિતના દેશીઓના સમૂહને રજોહરણ કહેવામાં આવે છે. રજોહરણ દ્વારા ભૂમિનું પ્રમાર્જન કરવામાં આવે છે. ભૂમિ ઉપર ચાલતા-ફરતા જીવજંતુઓ રાત્રે દેખાય નહીં, તેથી રજોહરણથી પોજીને ચાલવાનું વિધાન છે. પોંજી શકાય તેટલા પ્રમાણવાળા રજોહરણથી પોંજવા સિવાયના વિપરીત કાર્યો કરવામાં આવે તો તેનું અહીં પ્રાયશ્ચિત્ત કથન છે. (૧) અડ્ડા પHI:- અધિક પ્રમાણવાળો. રજોહરણમાં દેશીઓના સમૂહનો ઘેરાવો પ્રમાણોપેત હોવો જોઈએ અર્થાત્ રજોહરણ દ્વારા એકવાર પૂંજેલી ભૂમિમાં પોતાનો પગ આવી શકે, તેટલા પ્રમાણમાં દેશીઓનો સમૂહ હોવો જોઈએ. વ્યાખ્યા ગ્રંથોમાં ૩ર અંગુલ પ્રમાણનો નિર્દેશ મળે છે. તે દેશીઓના ઘેરાવા માટે જ સમજવું સુસંગત છે. ૩ર અંગુલના ઘેરાવાની દેશીઓનો સમૂહ ઓછામાં ઓછો સોળ અંગુલ પહોળી ભૂમિનું પ્રમાર્જન કરે છે અને પગની લંબાઈ પ્રાયઃ ૧૨ થી ૧૫ અંગુલ સુધીની હોય છે, તેથી પોંજીને ચાલવાનું કાર્ય સમ્યફ પ્રકારથી સંપન્ન થઈ શકે છે. આ રીતે રજોહરણનું ૩ર અંગુલનું પ્રમાણ તેના ઘેરાવાની અપેક્ષાથી જ સમજવું જોઈએ.
કેટલાક વ્યાખ્યાગ્રંથોમાં ૩ર અંગુલ પ્રમાણને રજોહરણની દાંડી (લાકડી) સાથે ઘટાવીને રજોહરણની દાંડી ૩ર અંગુલ પ્રમાણવાળી હોવી જોઈએ, તેમ કહ્યું છે પરંતુ તે વાત સુસંગત જણાતી નથી. તેનું કારણ એ છે કે નવ વર્ષના સાધુ અઢી ફૂટની અવગાહનાવાળા હોઈ શકે છે અને વીસ વર્ષના સાધુની છ ફૂટની ઊંચાઈ પણ હોઈ શકે છે. બધાને માટે ડાંડીની લંબાઈ ૩ર અંગુલની કહેવી ઉપયુક્ત નથી. ૩ર અંગુલનો ઘેરાવો પણ એકાંતે સમજવો નહિ, તે ઉર અંગુલનો ઘેરાવો પણ ઉત્કૃષ્ટ પ્રમાણ સૂચક છે. સૂત્ર પાઠથી એટલો જ ભાવ ફલિત થાય છે કે શરીર તથા પગની લંબાઈ અનુસાર પોંજવાનું કાર્ય સમ્યક પ્રકારથી સંપન્ન થઈ શકે, તેટલા ઘેરાવા અને લંબાઈનો રજોહરણ હોવો જોઈએ. તેનાથી અધિક ઘેરાવો અથવા લંબાઈ અનાવશ્યક હોવાથી તે પ્રમાણાતિરિક્ત રજોહરણ કહેવાય છે. ઉપલક્ષણથી રજોહરણની લંબાઈ તથા ઘેરાવો પ્રમાણથી ઓછા હોય, તો તે પણ દોષરૂપ અને પ્રાયશ્ચિત્ત યોગ્ય છે.
રજોહરણ પ્રમાણથી મોટો હોય તો પોંજતા સમયે પ્રાણીઓને પરિતાપ પહોંચે, તેની પ્રતિલેખના