________________
૧૦૦ ]
શ્રી નિશીથ સૂત્ર
સાધુને આ ચારે વિશેષણોથી યુક્ત વસ્ત્ર, પાત્ર આદિ ધારણ કરવા યોગ્ય હોય છે. તેવા વસ્ત્ર પાત્ર આદિના ટુકડા કરીને પરઠી દે તો સાધુને પ્રાયશ્ચિત્ત આવે છે.
જ્યારે વસ્ત્ર, પાત્ર આદિ અત્યંત જીર્ણ-શીર્ણ થઈ જાય, ઉપયોગમાં આવે તેમ ન હોય, ત્યારે તેને વિધિપૂર્વક પરઠી શકાય છે. તેનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.
દંડ, લાકડી, અવલેહનિકા અને વાંસની સોય, આ ચારે ઔપગ્રહિક ઉપકરણ છે, તે જીર્ણ થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો જ જોઈએ તેવો નિયમ નથી. તેનું કાર્ય સમાપ્ત થઈ જાય ત્યારે તે ગૃહસ્થને પાછા સોંપી શકાય છે. ગૃહસ્થની જે પ્રમાણે આજ્ઞા લીધી હોય તે પ્રમાણે અખંડ અવસ્થામાં ઉપાશ્રય આદિમાં પણ છોડી શકાય છે અને જો ઉપયોગમાં લેતાં અયોગ્ય બની જાય તો તેને તે જ રૂપે ઈંડિલ ભૂમિમાં પરઠી શકાય છે. બિ૪િ – ત્રણ સુત્રોમાં ભિન્ન-ભિન્ન ત્રણ ક્રિયાઓનો પ્રયોગ થયો છે. (૧) બિલિય- પાત્ર ફોડીને. (૨) લિયિ – વસ્ત્ર ફાડીને, (૩) મિલિય- દંડાદિ તોડીને. આ પ્રમાણે ત્રણ શબ્દોની વિશેષતા સમજવી જોઈએ. રજોહરણ સંબંધી વિપરીતતા - ४३ जे भिक्खू अइरेगपमाणं रयहरणं धरेइ, धरेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પ્રમાણથી મોટો રજોહરણ રાખે કે રાખનારનું અનુમોદન કરે, ४४ जे भिक्खू सुहुमाई रयहरण-सीसाइं करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રજોહરણના નાકા સૂમ બનાવે છે તેમ કરનારનું અનુમોદન કરે, ४५ जे भिक्खू रयहरणं कंडूसग-बंधेणं, बंधइ बंधतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રજોહરણને કડૂસગ’ બંધનથી બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४६ जे भिक्खू रयहरणं अविहीए बंधइ, बंधतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રજોહરણને અવિધિથી બાંધે કે બાંધનારનું અનુમોદન કરે. ४७ जे भिक्खू रयहरणस्स एक्कं बंधं देइ, देंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી રજોહરણને એક બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४८ जे भिक्खू रयहरणस्स परं तिण्हं बंधाणं देइ, देतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રજોહરણને ત્રણથી વધુ બંધન બાંધે કે બાંધનારનું અનુમોદન કરે, ४९ जे भिक्खू रयहरणं अणिसटुं धरेइ, धरेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી અકલ્પનીય રજોહરણને ધારણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે, ५० जे भिक्खू रयहरणं वोसटुं धरेइ, धरेंतं वा साइज्जइ ।