________________
ઉદ્દેશક-૫
૯૯ ]
છે. તેમ છતાં કોઈ સાધુ એમ કહે કે “સંભોગ પ્રત્યયિક ક્રિયા લાગતી નથી” તો તેનું તે વાક્ય મિથ્યા છે. આવું મિથ્યા વચન બોલવા માટે તેને પ્રાયશ્ચિત્ત આવે છે. યોગ્ય ઉપધિને પરઠી દેવી -
४० जे भिक्खू लाउयपायं वा दारुपायं वा मट्टियापायं वा अलं थिरं धुवं धारणिज्जं परिभिदिय-परिभिदिय परिट्ठवेइ, परिवेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પરિપૂર્ણ, મજબૂત, લાંબો સમય ચાલે તેવા, ધારણ કરવા યોગ્ય તુંબડા, કાષ્ઠ અને માટીના પાત્રને તોડીને, ટુકડા કરીને પરઠ કે તેમ કરનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू वत्थं वा कंबलं वा पायपुंछणं वा अलं थिरं धुवं धारणिज्ज पलिछिंदिय-पलिछिंदिय परिट्ठवेइ, परिहवेंतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પરિપૂર્ણ મજબૂત, લાંબો સમય ચાલે તેવા ધારણીય વસ્ત્ર, કંબલ, પાદપ્રોચ્છનને ફાડીને, ખંડ-ખંડ કરીને પરઠે કે તેમ કરનારનું અનુમોદન કરે, ४२ जे भिक्खू दंडगं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा पलिभंजियपलिभंजिय परिट्टवेइ, परिट्ठवेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી દંડ, લાઠી, અવલેહનિકા અથવા વાંસની સોયને તોડીને પર કે પરઠનારની અનુમોદના કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વાપરવા યોગ્ય ઉપધિને પરઠવાનું પ્રાયશ્ચિત્ત કથન છે.
સૂત્રકારે પાત્ર, વસ્ત્ર, કંબલ અને પાદપ્રોપ્શન માટે અલ, થિર, ધ્રુવ અને ધારણીય, આ ચાર વિશેષણનો પ્રયોગ થયો છે. તેના અર્થ ભાષ્યકારે આ પ્રમાણે બતાવ્યા છે
जं पज्जत्तं तं अलं, दढं थिरंअपडिहारियं धवं त ।
लक्खण जुत्तं पायं, तं होति धारणिज्ज तु ॥२१५९॥ (૧) અન્ન- મં પુષત્ત તં અiા જે પર્યાપ્ત-પરિપૂર્ણ હોય, લંબાઈ-પહોળાઈમાં પ્રમાણોપેત હોય, તેમજ અખંડ અને કામમાં આવવા યોગ્ય હોય તે “અલ’ કહેવાય છે. (૨) fથર– ૪ થા જે વસ્ત્ર પાત્રાદિ મજબૂત હોય, પૂર્ણ રીતે વ્યવસ્થિત હોય, તેને સ્થિર કહેવામાં આવે છે. (૩) ઘુવં– અપકર્ષિ પુર્વ તેના ત્રણ અર્થ છે– (૧) જે વસ્ત્ર-પાત્રાદિ ગૃહસ્થ પાસેથી પૂર્ણ રીતે પ્રાપ્ત હોય છે, તેને પાછા આપવાના ન હોય, તે અપ્રાતિહારિક વસ્ત્ર-પાત્રને અહીં ધુવં કહ્યા છે. (૨) અન્ય સાધુ કે આચાર્યાદિને પાછા દેવાના ન હોય, પોતાને રાખવાની આજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ હોય, તે વસ્ત્ર-પાત્રાદિ ધ્રુવ કહેવાય છે. (૩) જે વસ્ત્ર-પાત્રાદિ લાંબા સમય સુધી વાપરી શકાય તેવા ટકાઉ હોય તે ધ્રુવ કહેવાય છે. (૪) ધારીજ- નવા ગુરૂં પાણM . જે વસ્ત્ર-પાત્ર બાહ્ય દોષોથી રહિત એટલે લક્ષણ યુક્ત હોય અને ઉદ્દગમાદિ દોષ રહિત હોવાથી કલ્પનીય હોય, તેને ધારા ધારણ કરવા યોગ્ય કહેવાય છે.