________________
૯૮ |
શ્રી નિશીથ સૂત્ર
અર્થ– સમાર્જન કરવું એટલે કે સાફ-સૂફ કરવું, પાણી પડતું હોય તો સીમેન્ટ પથરાવવી, લીંપણ કરવું, મકાનમાં પ્રકાશ થાય તેમ કરવું, આ સૂક્ષ્મ પાહુડ દોષ છે.
આ સૂક્ષ્મ અને બાદર પાહુડ દોષના એક દેશથી અને સર્વ દેશથી તેવા બે ભેદ છે. સર્વ દેશથી બાદર પાહુડ દોષનું લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત ભાષ્યકારે બતાવ્યું છે, તેનું આ સૂત્રમાં વિધાન નથી, પરંતુ એકદેશથી બાદર પાહુડ દોષ યુક્ત મકાન અને એક દેશ કે સર્વ દેશથી સૂક્ષ્મ પાહુડ દોષયુક્ત મકાનમાં પ્રવેશ કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સપરિવહનં :- પરિકર્મ દોષ યુક્ત શય્યા. સાધુને માટે જ ઉપાશ્રયમાં રંગ-રોગાન વગેરે કરાવવા, તે પરિકર્મ દોષ છે. પાહુડ દોષના પરિકર્મ કાર્યો ગૃહસ્થ માટે હોય છે પરંતુ તેમાં સાધુના નિમિત્તથી સમય આગળ પાછળ કરાય છે અને સપરિકર્મ દોષના પરિકર્મ કાર્યો સાધુ માટે જ કરવામાં આવે છે.
આચારાંગ સૂત્ર અનુસાર અનેક પરિકર્મ યુક્ત શય્યા ગૃહસ્થ સ્વભાવિક રૂપે ઉપયોગમાં લઈ લે ત્યાર પછી કે કાલાંતરે તે સાધુ માટે કલ્પનીય બની જાય છે. કાલાંતરે પુરુષાંતરકૃત થયા પછી સાધુને તે મકાનમાં પ્રવેશ કરવામાં અને રહેવામાં કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી.
સંક્ષેપમાં (૧) કેવળ જૈન સાધુના ઉદ્દેશ્યથી અથવા જૈન સાધુ સહિત અન્ય સંપ્રદાયના સાધુઓ તથા પથિકોના ઉદ્દેશ્યથી બનાવેલી ધર્મશાળા આદિદેશિક શય્યા છે. (૨) પોતાના માટે મકાન બનાવતા હોય, તેનો સમય અથવા પરિકર્મ કાર્યનો સમય સાધુના નિમિત્તે આગળ-પાછળ કરે કે શીધ્ર કરે તો તે ટે સપાહુડ શય્યા (૩) મકાન ગૃહસ્થને માટે બનાવેલું હોય, પરંતુ તેમાં સાધુ માટે પરિકર્મ કાર્ય(સમાર કામ) કર્યા હોય તે સપરિકર્મ શય્યા છે. આ ત્રણ પ્રકારની દોષયુક્ત શય્યામાં પ્રવેશ કરવાનું અર્થાત્ રહેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું છે. સંભોગ પ્રત્યયિક ક્રિયાનો નિષેધ - |३९ जे भिक्खू णत्थि संभोग-वत्तिया किरिय त्ति वयइ, वयंत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી “સંભોગ પ્રત્યયિક ક્રિયા લાગતી નથી તેમ કહે છે અથવા તેમ કહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
( પત્ર મોબન મોનઃ એક સાથે ભોજન કરવું તે સંભોગ અને એક મંડળમાં સાથે બેસીને જે સાધુઓ ભોજન કરે છે, તેઓ પરસ્પર સાંભોગિક સાધુઓ કહેવાય છે અથવા સમાચારી સમાન ન હોવા છતાં જે સાધુઓ પરસ્પર ભોજનાદિ ૧૨ પ્રકારનો વ્યવહાર રાખતા હોય તેઓ સાંભોગિક કહેવાય છે. કોઈ સાધુ ગવેષણાના દોષયુક્ત આહાર લાવે, તે વસ્તુનો જે-જે સાંભોગિક ઉપયોગ કરે છે, તેને પણ ગવેષણા દોષ સંબંધી ક્રિયા લાગે છે, તે સંભોગ પ્રત્યયિક ક્રિયા કહેવાય છે અને તદનુસાર કર્મબંધ પણ થાય છે તથા તે આહાર સંબંધી પ્રાયશ્ચિત્ત પણ આવે છે.
સાંભોગિક સાધુ ૧૬ પ્રકારના આધાકર્માદિ અને ઉદ્દગમના દોષ રહિત શુદ્ધ ઉપધિ, આહારાદિ લાવે તો અન્ય સાંભોગિક સાધુ શુદ્ધ કહેવાય છે. અશુદ્ધ–ઉગમાદિ દોષ યુક્ત આહાર, ઉપધિ લાવે તો અન્ય સાંભોગિક સાધુઓ પણ અશુદ્ધ બને છે, તેને પણ કર્મબંધ થાય છે અને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત પણ આવે