________________
ઉદ્દેશક-પ
૯૩
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્ત કાષ્ઠ, વાંસ કે નેતરનો દંડ ધારણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે, २७ जे भिक्खू सचित्ताइं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा करेइ, करेंत वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી કાષ્ઠ, વાંસ અને નેતરના દંડને રંગ લગાવે કે તેમ કરનારનું અનુમોદન કરે, २८ जे भिक्खू चित्ताइं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा धरेइ, धरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી રંગવાળા(કલર કરેલા) કાષ્ઠ, વાંસ કે નેતરના દંડને ધારણ કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
२९ जे भिक्खू विचित्ताइं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा करे, करेंतं वा साइज्जइ ।
ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી કાષ્ઠ, વાંસ કે નેતરના દંડને અનેક રંગોથી રંગે(કોતરણી યુક્ત આકર્ષક કરે) કે તેમ કરનારનું અનુમોદન કરે,
३० जे भिक्खू विचित्तारं दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा धरेइ, धरेंतं वा साइज्जइ ।
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી રંગ-બેરંગી (કોતરણી યુક્ત આકર્ષક) કાષ્ઠ, વાંસ કે નેતરના દંડને ધારણ કરે કે ધારણ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
વિવેચનઃ
દંડ તે ઔપગ્રહિક ઉપધિ છે. સાધુ શારીરિક દુર્બળતા વગેરે વિશેષ કારણથી જરૂરિયાત હોય ત્યાં સુધી દંડને રાખી શકે છે. સાધુ અચિત્ત તૈયાર દંડની જ ગવેષણા કરે છે. જો તેવો તૈયાર દંડ ન મળે તો સાધુ સ્વયં અચિત્ત કાષ્ઠથી દંડ બનાવી ધારણ કરી શકે છે અને તેનું આ સૂત્રોથી પ્રાયશ્ચિત્ત આવતું નથી. सचित्ताई : :– સચિત્ત. સચિત્તના બે અર્થ કરવામાં આવે છે. (૧) જેમાં ભીનાશ હોય તે સચિત્ત લાકડું (૨) સૂકાયેલા અચિત્ત લાકડામાં પણ ઘણાદિ જીવો હોય તો તે લાકડું સચિત્ત કહેવાય છે. પ્રસ્તુતમાં બીજા પ્રકારના ક્ષુદ્ર જીવજંતુવાળા લાકડાનો દંડ બનાવવાનું પ્રાયશ્ચિત્ત કથન છે, તેમ સમજવું. લીલા લાકડાનો દંડ બનાવવામાં જીવ વિરાધના વધુ થાય છે, તેથી લીલા લાકડાનો દંડ કરવો કલ્પતો નથી અને તેમ કરે તો તેનું પ્રાયશ્ચિત્ત વધુ આવે છે.
વિજ્ઞાફ-વિવિત્તાડું:- સૂત્ર ૨૫–૨માં સચિત્ત દંડ બનાવવા કે ધારણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે, સૂત્ર ૨૭–૨૮માં અચિત્ત દંડને એક રંગથી રંગવાનું કે તેવા દંડને ધારણ કરવા સંબંધી પ્રાયશ્ચિત્ત છે. સૂત્ર ૨૯–૩૦માં અચિત્ત દંડને વિવિધ રંગોથી રંગવાનું કે કોતરણી કરવાનું અથવા ધારણ કરવાનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.