________________
[
૯૨ |
શ્રી નિશીથ સૂત્ર
વિધાન છે. પાછી આપ્યા વિના વિહાર કરે તો નિશીથ સૂત્ર ઉ.—૨, સૂ. ૫૪-૫૫ અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. વિવિધ પ્રકારના રૂ કાંતવા - २४ जे भिक्खू सणकप्पासाओ वा उण्णकप्पासाओ वा पोंडकप्पासाओ वा अमिल-कप्पासाओ वा दीहसुत्ताई करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી શણ, ઊન, રૂ કપાસ અમિલના રૂને કાંતીને સૂતરનો ફાળકો બનાવે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધન દ્વારા સૂતર, રૂ, ઊન વગેરે કાંતવાની પ્રવૃત્તિ સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. હીરસુત્ત - હીરજુ બાસં વત્તતા દીર્ઘ સૂત્રનો અર્થ છે કાંતવું, રૂને કાંતીને સૂતરના તાર બનાવવા. સાધુએ શણ, ઊન, રૂ ને કાંતીને તેના તાર–સૂતર બનાવવા વગેરે ગૃહસ્થના કાર્ય સાધુ-સાધ્વીઓએ કરવા ન જોઈએ. ભાષ્યમાં તેના દોષો આ પ્રમાણે કહ્યા છે–
सुत्तत्थे पलिमंथो, उड्डाहो झुसिर दोस समद्दो ।
हत्थोवघाय संचय, पसंग आदाण गमणं च ॥१९६६॥ અર્થ:- (૧) મુલ્યો- કાંતવામાં સમય પસાર કરે તો સ્વાધ્યાયમાં બાધા પહોંચે અને સુત્રાર્થની સ્વાધ્યાય ન થતાં સુત્રાર્થનું પરિમંથો – વિનાશ, વિસ્મરણ થાય. (૨) ધો- કાંતવું તે ગૃહસ્થનું કાર્ય છે, માટે સાધુને કાંતતા જોઈ લોકોમાં નિંદા થાય કે “આ સાધુ ગૃહસ્થનું કાર્ય કરે છે અને આવી નિંદાથી શાસનની લઘુતા થાય છે. (૩) સર કોષ- તારના ફાળકાના પોલાણમાં રહેલા કંથવા વગેરેની પ્રતિલેખના ન થાય, તેથી તે જીવોની વિરાધના થાય (૪) સંતો – યંત્ર ચલાવવાથી વાયુકાયિક જીવોની વિરાધના થાય અને મચ્છર કે કીડી આદિ જીવોનું સંમર્દન થાય. (૫) થવાય- અધિક સમય યંત્ર ચલાવવાથી હાથ વગેરે દુઃખે અથવા યંત્રમાં આંગળી વગેરે ને ક્ષતિ પહોંચે (૬) સં- કાંતવા માટે રૂનો અને કાંતેલા સૂતરનો પરિગ્રહ વધતો જાય. (૭) આલાપ સામા પક્ષ - ઊન, રૂ વગેરે લેવા જવું અને કાંતેલા સૂતર આદિને દેવા જવું વગેરે પ્રવૃત્તિઓની વૃદ્ધિ થાય છે. આ રીતે ભાષ્ય ગાથામાં કાંતવાની પ્રવૃત્તિમાં સંયમ વિરાધના, આત્મવિરાધના અને સાધુની તથા જિન શાસનની હીલના બતાવી છે, માટે સાધુ-સાધ્વીઓએ આવી પ્રવૃત્તિઓ પોતે કરવી નહીં અને તેની પ્રેરણા કે અનુમોદના પણ કરવી જોઈએ નહીં. સચિત્ત, રંગીન અને આકર્ષક દંડ બનાવવા -
२५ जे भिक्खू सचित्ताई दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा करेइ, करेंत वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી સચિત્તકાષ્ઠ, વાંસ કે નેતરનો દંડ બનાવે અથવા બનાવનારનું અનુમોદન કરે. २६ जे भिक्खू सचित्ताई दारुदंडाणि वा वेणुदंडाणि वा वेत्तदंडाणि वा धरेइ, धरेंत वा साइज्जइ ।