________________
ઉદ્દેશક-૫
૯૧ ]
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “આજે જ પાછું આપીશ” તેમ કહીને, દંડ, લાકડી, અવલેખનિકા કે વાંસની સોયની યાચના કરી, બીજા દિવસે પાછા આપે કે તેમ કરનારનું અનુમોદન કરે, २२ जे भिक्खू सागरिय-संतिय दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता सूए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणि पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “કાલે પાછા આપીશ તેમ કહીને દંડ, લાકડી, અવલેખનિકા કે વાંસની સોયની યાચના કરી, તે જ દિવસે પાછા આપે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
દંડ, લાકડી, અવલેખનિકા આદિ ઔપગ્રહિક ઉપધિ છે. તે પાછું આપવાનું કહીને શય્યાતર અથવા અન્ય પાસેથી ગ્રહણ કરી શકાય છે. એક-બે દિવસ માટે અથવા વધારે સમય પણ રાખી શકાય છે. અહીં ભાષાના અવિવેકનું પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલું છે માટે ભિક્ષુએ જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે કરવું જોઈએ. પાછા સોંપી દીધેલા શય્યા-સંસ્તારકનો આજ્ઞા વિના ઉપયોગ - २३ जे भिक्खू पाडिहारियं वा सागारियसंतियं वा सेज्जासंथारयं पच्चप्पिणित्ता दोच्चं पि ओग्गहं अणणुण्णविय अहिढेइ, अहिद्रुतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થના કે શય્યાતરના શય્યા-સંસ્મારક પાછા સોંપીને આવશ્યકતા ઉત્પન્ન થાય, તો તેની બીજીવાર આજ્ઞા લીધા વિના ઉપયોગ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શય્યાતર સિવાયના અન્ય ગૃહસ્થ પાસેથી, અન્યત્રથી લાવેલા શય્યા-સંતારક માટે વિદ્યાર્થિ શબ્દનો પ્રયોગ થયો છે. રહેવાના સ્થાન પર રહેલા શય્યાતરના શય્યા-સંસ્તારક આદિ માટે સાહિત્ય સરિતાં શબ્દનો પ્રયોગ થયો છે. તે બંને પાઢીહારા જ છે.
જ્યારે ભિક્ષુને શયા-સંસ્મારકની આવશ્યકતા ન રહે ત્યારે ઉપાશ્રયમાં જ ગૃહસ્થને તે પાછા સોંપી દે; ત્યાર પછી ક્યારેક શય્યા-સંસ્મારકની પુનઃ આવશ્યકતા જણાય તો તે ચીજો માટે ગૃહસ્થની ફરી આજ્ઞા લેવી જોઈએ, આજ્ઞા લીધા વિના ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત આવે છે.
શય્યાતરના શયા-સંસ્તારક તેના મકાનમાં છોડીને વિહાર કરી શકાય છે, પરંતુ અન્ય ગૃહસ્થના ઘરેથી લાવેલા શય્યા-સંસ્કારક પણ અલ્પ સમય માટે ઉપાશ્રયમાં રાખી અન્ય સ્થળે જઈ શકાય છે, એમ આ પ્રાયશ્ચિત્ત સૂત્રથી અને વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૮થી ફલિત થાય છે.
ગ્રહણ કરેલી સમસ્ત પ્રાતિહારિક(પાછી આપવા યોગ્ય) ઉપધિ વિહાર કરતાં પહેલાં તેના માલિકને સોંપવી અને દૂરની હોય તો તેને પહોંચાડવી આવશ્યક છે; એમ બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દેશક–૩માં