________________
[ ૯૦ ]
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “કાલે પાછું આપીશ” તેમ કહી, પાદપ્રોચ્છનની યાચના કરી તે જ દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન : -
બીજા ઉદ્દેશકમાં કાષ્ઠ દંડયુક્ત પાદપ્રોપ્શન રાખવા સંબંધી પ્રાયશ્ચિત્ત વિધાન છે જ્યારે આ ચાર સુત્રોમાં પાઢીહારા પાદપ્રોંચ્છન ની યાચના કરતાં સમયે જે ભાષાપ્રયોગ કર્યો હોય, તેનાથી વિપરીત કાર્ય કરે તો તત્સંબંધી પ્રાયશ્ચિત્ત કહ્યું છે.
સાધુ ક્ષેત્ર-કાળ સંબંધી વિશેષ પરિસ્થિતિમાં ગૃહસ્થ કે શય્યાતર પાસેથી પ્રાતિહારિક પાદપ્રોંચ્છન લઈ શકે છે પણ પાદપ્રક્શનની યાચના સમયે સાધુએ ભાષાનો વિવેક રાખવો જોઈએ. “આજે પાછું આપી જઈશ, કાલે પાછું આપી જઈશ' તેવી નિશ્ચયકારી ભાષા સાધુએ બોલવી ન જોઈએ અને જો તેવી ભાષા બોલે તો તે ભાષા અસત્ય ન થાય તે માટે, તે પ્રમાણે જ કાર્ય કરવું જોઈએ.
આ ચાર સૂત્રોમાંથી ૧૫–૧૬ સૂત્રમાં ગૃહસ્થના પાદપ્રોપ્શન અને ૧૭–૧૮ સૂત્રમાં શય્યાતરના પાદપ્રોડ્ઝન સંબંધી કથન છે. ૧૫મા અને ૧૭મા સૂત્રમાં આજે પાછું આપવાનું કહી બીજા દિવસે આપે તથા ૧૬મા અને ૧૮મા સુત્રમાં બીજા દિવસે આપવાનું કહી આજે આપે તો અસત્ય ભાષણના દોષનું પ્રાયશ્ચિત્ત છે. તવ રથ – આ ચારે ય સૂત્રમાં પાઢીહારું પાદપ્રોપ્શન આપવા વિષે જ શબ્દનો પ્રયોગ થયો છે. સાધુ માટે રાત્રે કોઈ પણ વસ્તુના આદાન-પ્રદાનનો નિષેધ છે અને શાસ્ત્રોમાં આ શબ્દ સમુચ્ચય રીતે એક-બે દિવસ માટે પણ પ્રયુક્ત થાય છે. તેથી તમેવ બનો અર્થ આજે જ કે આજના દિવસે જ અને સુખનો અર્થ કાલે એટલે બીજે દિવસે કરવો પ્રસંગાનુરૂપ છે. પાઢીહારા દંડાદિ વિષયક અસત્ય ભાષા:१९ जे भिक्खू पाडिहारियं दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता तमेव रयणि पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ, पच्चप्पिणत वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી “આજે જ પાછું આપીશ' તેમ કહીને દંડ, લાકડી, અવલેખનિકા(પગમાંથી કાદવ સાફ કરવાની વાંસની ખપાટનો ટુકડો) કે વાંસની સોયની યાચના કરી, બીજા દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે. | २० जे भिक्खू पाडिहारियं दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता सुए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणि पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ। ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી કાલે પાછું આપીશ” તેમ કહીને દંડ, લાકડી, અવલેખનિકા કે વાંસની સોયની યાચના કરી, તે જ દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે, २१ जे भिक्खू सागरिय-संतियं दंडयं वा लट्ठियं वा अवलेहणियं वा वेणुसूई वा जाइत्ता तमेव रयणि पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ।