________________
| ઉદ્દેશક-૫
૮૯ |
સચેત પાન ખાવાઃ१४ जे भिक्खू पिउमंद-पलासयं वा पडोल-पलासयं वा बिल्ल-पलासयं वा सीओदग वियडेण वा उसिणोदग वियडेण वा संफाणिय-सफाणिय आहारेइ, आहारेत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી લીમડાના પાન, પરવેલના પાન કે બિલ્વના પાનને ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને ખાય કે ખાનારની અનુમોદના કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
લીમડા વગેરેના પાન, ઔષધરૂપે લેવા આવશ્યક હોય તો ગૃહસ્થ સૂકવી–સ્વચ્છ કરી વાપરતા હોય તેવા પાનની ગવેષણા કરવી જોઈએ. સાધુ સૂકાયેલા અચિત્ત પાંદડા સ્વયં ધૂએ તો સદાશ્રિત કુંથવા વગેરે જીવોની વિરાધના થાય છે. ધોખેલા પાણીને પરઠે તો પરઠવા સંબંધી દોષોની સંભાવના રહે અને પ્રમાદની વૃદ્ધિ થાય માટે સાધુ નિષ્કારણ આવી પ્રવૃત્તિ કરે નહિ. સૂત્ર કથિત લીમડા આદિ સિવાય અન્ય પણ ઔષધ યોગ્ય સર્વ પ્રકારના અચિત્ત પત્ર-પુષ્પ આદિને ધોવા સંબંધી આ લઘુમાસિક પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ. પ્રસ્તુત સૂત્રમાં સચિત્ત કે અચિત્ત વિશેષણ વિના માત્ર પાન સંબંધી સૂત્રપાઠ છે, સચિત્ત પાનનો સ્પર્શ કરવો પણ સાધુને કલ્પતો નથી, તેથી અહીં સૂકાયેલા અચિત્ત પાનને ધોવાનું કથન છે તેમ સમજવું. પાઢીહારા પાદપ્રોડ્ઝન વિષયક અસત્ય ભાષા:१५ जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता तमेव रयणि पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ पच्चप्पिणतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી આજે પાછું આપીશ તેમ કહી પાદપ્રોચ્છનની યાચના કરી, બીજા દિવસે પાછું આપે કે તેમ કરનારની અનુમોદના કરે, १६ जे भिक्खू पाडिहारियं पायपुंछणं जाइत्ता सुए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणि पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ગૃહસ્થ પાસેથી, “કાલે પાછું આપીશ” તેમ કહી, પાદપ્રોચ્છનની યાચના કરી, તે જ દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે. |१७ जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता तमेव रयणिं पच्चप्पिणिस्सामि त्ति सुए पच्चप्पिणइ, पच्चप्पिणत वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી શય્યાતર પાસેથી “આજે પાછું આપીશ તેમ કહી, પાદપ્રક્શનની યાચના કરી બીજા દિવસે પાછું આપે કે તેમ કરનારનું અનુમોદન કરે. |१८ जे भिक्खू सागारियसंतियं पायपुंछणं जाइत्ता सुए पच्चप्पिणिस्सामि त्ति तमेव रयणिं पच्चप्पिणइ, पच्चप्पिणतं वा साइज्जइ ।