________________
[ ૮૮ ]
શ્રી નિશીથ સૂત્ર
Mળો સંપાદ્ધિ:- પોતાની પછેડી. પ્રસ્તુતમાં પછેડીનું કથન છે, પરંતુ ઉપલક્ષણથી ચોલપટ્ટક આદિ કોઈ પણ વસ્ત્ર ગૃહસ્થ પાસે સીવડાવવાનું આ પ્રાયશ્ચિત્ત છે, તેમ સમજવું જોઈએ.
સાધુ નિષ્કારણ વસ્ત્ર સીવવાનું કાર્ય કરે નહીં અને આવશ્યક હોય ત્યારે સ્વયં સીવવાનું કાર્ય કરે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી, પરંતુ અન્યતીર્થિક કે ગૃહસ્થની પાસે સીવડાવે તો તેનું આ સૂત્રથી પ્રાયશ્ચિત આવે છે. આવશ્યકતા ન હોવા છતાં સાધુ સીવવાનું કાર્ય કરે, તો તેને આ સૂત્રથી પ્રાયશ્ચિત્ત આવે છે. ચૂર્ણિમાં પણ કહ્યું છે કે- ગ૬ fજેવારને અપૂણા સિવિ, વાર વા ખત્યિયાત્યિ સિધ્યાતિ, ત માનહુ - ભાષ્ય ગાથા-૧૯૨૧ ચૂર્ણિ.
આવશ્યકતા પ્રમાણે લાંબુ-પહોળું વસ્ત્ર ન મળે તો વસ્ત્ર સીવવા પડે. આગમમાં સાધુને ગ્રાહ્ય વસ્ત્રો માટે અગર, થાં, અધુવં અને અધારણીયં જેવા શબ્દ જોવા મળે છે. સાધુને જે માપના વસ્ત્ર રાખવા કલ્પે છે તે માપના વસ્ત્ર હોય તો તે અત્ત કહેવાય છે અને પર્યાપ્ત માપવાળું ન હોય તો અખi કહેવાય છે. બન્ને વસ્ત્ર હોય તો સીવવું પડે. કામમાં આવવા યોગ્ય, મજબૂત વસ્ત્રને સ્થિર કહે છે, જીર્ણ વસ્ત્રને અસ્થિર કહે છે. “સ્થિર’ વસ્ત્ર કોઈ કારણથી ફાટી જાય તો તેને સીવવું પડે. આગમોક્ત લક્ષણોથી યુક્ત, ધારણ કરવા યોગ્ય વસ્ત્રને ધારણીય કહે છે, વસ્ત્ર ધારણ કરવા યોગ્ય ન રહે તેને અધારણીય કહે છે. ધારણીય વસ્ત્ર કોઈ કારણે ફાટી જાય તો તેને સીવવું(સાંધવું) પડે છે. સાધુ સ્વયં સીવે અથવા અન્ય સાધુ પાસે સીવડાવે; કોઈ સીવનાર નહોય, સીવતા આવડતું ન હોય તો સાધ્વી પાસે સીવડાવે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી. સ્વતીર્થિક ગૃહસ્થ કે અન્યતીર્થિક ગૃહસ્થ પાસે પછેડી આદિ સીવડાવવી પડે, તો તેનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પછેડીને લાંબી દોરીઓ બાંધવી - |१३ जे भिक्खू अप्पणो संघाडीए दीहसुत्ताई करेइ, करेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી પોતાની પછેડીને લાંબી દોરીઓ બાંધે કે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
પછેડી અથવા ગાત્રીબંધન માટેનું કાપડ નાનું હોય અને તેને દોરી બાંધવી આવશ્યક હોય તો બે-ચાર કે છ સ્થાને દોરી બાંધવામાં સામસામે છેડે બે-બે દોરીને બાંધતા એક, બે કે ત્રણ બંધન થાય છે. તે દોરીઓ પ્રમાણોપેત હોય, તો તેનું પ્રાયશ્ચિત્ત આ સૂત્રમાં નથી, પરંતુ તે દોરીઓ લાંબી રાખે તો પ્રાયશ્ચિત્ત આવે છે. દોરીઓનું માપ – ભાષ્ય ગાથામાં તેના માટે આ પ્રમાણે કહ્યું છે– વડરજીત્તપૂના, તા સંકિ સુર ના | સાધુ ટૂંકા કપડાના કારણે ચાર આંગળ પ્રમાણ લાંબી દોરીઓ પછેડીમાં કરી શકે છે. લાંબી દોરીઓથી થતાં દોષો :- વધુ લાંબી દોરીઓ હોય તો ઉપાડવવામાં, રાખવામાં અયતના થાય. સંમા વહિવધુ નામનો પ્રતિલેખનનો દોષ લાગે. લાંબી દોરીઓ ગૂંચવાય જાય તો ગૂંચ ઉકેલવામાં સમય વ્યતીત થાય અને સ્વાધ્યાયમાં અલના થાય છે. લાંબી દોરી જોઈ અલ્પબુદ્ધિ અને કુતુહલવૃત્તિવાળા શિષ્ય દ્વારા ઉપહાસની સંભાવના રહે છે માટે બાંધ્યા પછી ચાર અંગુલથી વધુ રહે તેવી લાંબી દોરી રાખી શકાય છે. આગમ સૂત્રોમાં તે દોરીઓની લંબાઈ માટે સ્પષ્ટીકરણ જોવા મળતું નથી.