________________
ઉદ્દેશક-પ
८७
વાળ સેન્ગ બિલીહિય :– ઢાળ – સ્થિત થવું, થોડાક સમય માટે ઊભા રહેવું. સેન્ગ – નિવાસ ક૨વો, વધુ સમય માટે ઊભા રહેવું. બિÎહિય – બેસવું.
ભાષ્ય-ચૂર્ણિ પ્રમાણે– (૧) દાળ – જાતસ્સો, વસત્તિ ગિમિત્તે સેન્ગા, વિસામાળ ગિમિત્ત ખિલÎપિયા । સ્થાન એટલે સ્થિર થવું. કાર્યોત્સર્ગમાં સ્થિર થવાય છે માટે વાળ શબ્દનો અર્થ કાર્યોત્સર્ગ થાય છે. (૨) લેખ્ખું – તેના બે અર્થ છે– ૧. નિવાસ કરવો, વધુ સમય રહેવું. ૨. પૂર્ણ શરીરથી શયન કરવું, સૂવું. (૩) નિશીથૅિ – તેના બે અર્થ છે— ૧. વિશ્રામ નિમિત્તે બેસવું, ૨. પાપ ક્રિયાનો નિષેધ થઈ જવાથી સ્વાધ્યાય સ્થાનને નૈષધિકી કહેવામાં આવે છે. સ્વાધ્યાયાદિ બેસીને જ કરાય છે માટે અહીં નિલીશિયનો અર્થ બેસવું માત્ર કર્યો છે. સ્વાધ્યાય આદિ માટે અહીં જુદા સૂત્રો છે.
સન્નાથૅ :– વાચના, પૃચ્છના, પરિયટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્મકથા, આ પાંચ પ્રકારે સ્વાધ્યાય કરવામાં આવે છે. તેમાં વાચના અને પરિયટ્ટણાનું ૯મું અને ૧૧મું સૂત્ર છે જ, તેથી અહીં સત્ત્તાય શબ્દમાં અનુપ્રેક્ષા, ધર્મકથા અને પૃચ્છા આ ત્રણનું જ ગ્રહણ થાય છે.
उद्दिसइ :- તો અભિનવ અષિતસ્સ – (૧) નવીન મૂળપાઠની વાચના દેવી (૨) સૂત્ર અર્થ અને ઉભયનું પઠન-પાઠન કરાવવું, તે ઉદ્દેશ કહેવાય છે.
समुद्दिसइ :– કંઠસ્થ કરેલા પાઠને પાકા કરાવવા, શુદ્ધ કરાવવા, વારંવાર પઠન કરાવવા, તે સમુદ્દેશ કહેવાય છે.
अणुजाणइ :- ચિત્તભૂયમ્સ અનુળા – સ્થિર અને શુદ્ધ કંઠસ્થ થઈ જાય ત્યારે અન્યને શીખવવાની આજ્ઞા આપવી.
અનુયોગ દ્વાર સૂત્રની હરીભદ્રીય ટીકામાં ઉદ્દેશાદિનો અર્થ આ પ્રમાણે છે– દ્દેશ – સૂત્ર શીખવા આજ્ઞા આપવી, સમુદ્દેસ–સ્થિર કરવા આજ્ઞા આપવી, અનુગ્ગજ – બીજાને ભણાવવાની આજ્ઞા આપવી.
વૃક્ષ નીચે સચિત્ત ભૂમિમાં સાધુ ઊભા રહે, બેસે, સૂવે, પરઠે કે સ્વાધ્યાય સંબંધી કોઈ પણ કાર્ય કરે, તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે. વૃક્ષના થડથી દૂર સચિત્ત ભૂમિ ન હોય ત્યાં સાધુ વિવેકપૂર્વક કોઈ પણ ક્રિયા કરી શકે છે; રાત્રિ વિશ્રામ પણ કરી શકે છે. તેમાં તેને પ્રાયશ્ચિત્ત આવતું નથી. સાધ્વીઓને શીલ રક્ષાના ઉદ્દેશથી બૃહત્કલ્પસૂત્રમાં વૃક્ષ નીચે રાત્રિ નિવાસનો નિષેધ છે. વિહારમાં રસ્તે ચાલતાં વિસામો લેવા વૃક્ષ નીચે અચિત્ત ભૂમિ પર થોડીકવાર બેસી શકે છે.
ગૃહસ્થ પાસે સિલાઈ કામ કરાવવું:
| १२ जे भिक्खू अप्पणो संघाडि अण्णउत्थिएणं वा गारत्थिएण वा सिव्वावेइ, सिव्वावेतं वा साइज्जइ ।
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી પોતાની પછેડી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે કે સીવડાવનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ગૃહસ્થ દ્વારા સીવણ કાર્ય કરાવવા સંબંધી પ્રાયશ્ચિત્તનું વિધાન છે.