________________
es
શ્રી નિશીથ સૂત્ર
ભાવાર્થ:
। શુદ્ધ કે પાકું) કરે કે તેમ કરનારનું અનુમોદન કરે,
८ जे भिक्खू सचित्त- रुक्खमूलंसि ठिच्चा सज्झायं अणुजाण, अणुजाणतं वा साइज्जइ ।
પાઠને
જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત સ્વાધ્યાયનો સમુદ્દેશ (કંઠાગ્ર
ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાયની આજ્ઞા આપે કે આપનારની અનુમોદના કરે.
९ जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं वाएइ, वायंतं वा साइज्जइ । ભાવાર્થ : જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સૂત્રાર્થથી વાચના આપે કે આપનારની અનુમોદના કરે.
--
१० जे भिक्खू सचित्त-रुक्खमूलंसि ठिच्चा सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा साइज्जइ। ભાવાર્થ:જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સૂત્રાર્થની વાચના ગ્રહણ કરે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે.
११ जे भिक्खू सचित्त-रुक्खूलंसि ठिच्चा सज्झायं परियट्टेइ, परियदृतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સ્થિત થઈ સ્વાધ્યાયની પરિયટ્ટણા કરે કે તેમ કરનારની અનુમોદના કરે છે, તેને તથા ઉપરોક્ત પ્રત્યેક પ્રવૃત્તિ કરનારને લઘુમાસિક પ્રાયશ્ચિત આવે છે.
વિવેચન :
પ્રસ્તુત । અગિયાર સૂત્રોમાં વૃક્ષની નીચેની સચિત્ત ભૂમિમાં સૂવા, બેસવા, ઊભા રહેવા કે સ્વાધ્યાય આદિ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સચિત્ત-વશ્ર્વમૂલસિ – વૃક્ષમૂળ ભાગની સચિત્ત ભૂમિ. વૃક્ષના મૂળભાગમાં થડની ચારે બાજુની જમીન સચિત્ત હોય છે. તેની મર્યાદા ચૂર્ણિમાં આ પ્રમાણે બતાવી છે—
જે વૃક્ષનું થડ ‘હસ્તિ પદ’ પ્રમાણ અર્થાત્ એક હાથનું હોય તે વૃક્ષની ચોમેર એક-એક હાથ પ્રમાણ ભૂમિ સચિત્ત હોય છે. આ રીતે વૃક્ષના થડનો જેટલા હાથ પ્રમાણ વિસ્તાર હોય, તેટલા હાથ પ્રમાણ થડની પ્રમાણે વૃક્ષની ચારેબાજુની જમીન ચિત્ત જાણવી, જેમ કે બે હાથનું થડ હોય તો વૃક્ષના મૂળ ભાગથી ચારેબાજુ બે-બે હાથ પ્રમાણ જમીન ચિત્ત હોય છે.
વૃક્ષની નીચે તેના મૂળભાગમાં જમીન ચિત્ત હોવાના કારણે ત્યાં ઊભા રહેવાથી કે અન્ય કાર્ય કરવાથી પૃથ્વીકાયના જીવોની વિરાધના થાય છે. ક્યારેક ભૂલથી કે પ્રમાદથી થડ, પાંદડાદિનો સ્પર્શ થઈ જાય, તો વનસ્પતિની વિરાધના થાય છે, તેમજ વૃક્ષ આશ્રિત રહેલા ત્રસ જીવોની વિરાધના પણ થાય છે. આ રીતે ત્રસ-સ્થાવર જીવોની વિરાધના થતાં સંયમ વિરાધના થાય છે. વૃક્ષ નીચે ચરતા અને થડ સાથે શરીર ઘસવા માટે આવતાં પશુઓ દ્વારા સાધુના શરીરને ઉપઘાત પણ થઈ શકે છે, તેથી આત્મવિરાધના થાય છે, ઇત્યાદિ વિવિધ દોષોના કારણે તેનું અહીં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહ્યું છે.