________________
શ્રી નિશીથ સૂત્ર
અન્ય અનેક પ્રતોમાં રમુજ ક્રિયા પદથી ત્રણ સૂત્ર વધુ છે, તેમાં કુલ નવ સૂત્ર જોવા મળે છે. ભાષ્ય-ચૂર્ણ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં રમુંગહ્ના ત્રણ સૂત્ર ન હોવાથી પ્રસ્તુત સંસ્કરણમાં તે લીધા નથી, ધારણ કરવામાં જ પરણુંજ- ભોગવવાનો સમાવેશ થઈ જાય છે. દંડ વિષયક વિવેક :- કાષ્ઠ દંડાદિ સર્વથા જીવ રહિત-અચિત્ત હોવા જોઈએ. તેમજ રંગીન ન હોવા જોઈએ. દંડની સુરક્ષા માટે વાર્નીસ–સફેદો લગાવવો અથવા રંગેલા કે તેવા દંડ મળે તો તેને ધારણ કરવાનો નિષેધ નથી, તેમ સમજવું જોઈએ. નવનિર્મિત પ્રામાદિમાં પ્રવેશ - ३१ जे भिक्खू णवगणिवेसंसि गामसि वा नगरंसि वा खेडसि वा कब्बडंसि वा मडंबंसि वा दोणमुहंसि वा पट्टणंसि वा आसमंसि वा सण्णिवेसंसि वा णिगमंसि वा संबाहंसि वा रायहाणिसि वा अणुप्पविसित्ता असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिग्गाहेइ, पडिग्गाहेंतं वा साइज्जइ । ભાવાર્થ :- જે સાધુ કે સાધ્વી નવનિર્મિત ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સન્નિવેશ, નિગમ, સંબાહ કે રાજધાનીમાં પ્રવેશ કરી અશનાદિ ચાર પ્રકારના આહારને ગ્રહણ કરે છે તેમ કરનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચન :
આ સૂત્રમાં ગામથી લઈને રાજધાની સુધીના બાર સ્થાનો નવા વસતા હોય ત્યારે ત્યાં આહારાદિ માટે પ્રવેશ કરવાનું પ્રાયશ્ચિત્ત કથન છે. આ સૂત્રમાં ૧૨ નામ આવ્યા છે. બૃહત્કલ્પ ભાષ્યમાં ૧૬ નામ આપ્યા છે. અન્ય આગમોમાં પણ આ નામોની સંખ્યા તથા ક્રમમાં તફાવત જોવા મળે છે. સૂત્રગત બાર તથા અન્ય ચાર તેમ ૧૬ સ્થાનો ની વ્યાખ્યા આ પ્રમાણે છે
(૧) ગામ- બુદ્ધિ વગેરે ગુણો જ્યાં ગ્રસિત થાય-કુંઠિત થાય તે ગામ. (૨) નગર– જ્યાં કર લેવાતો ન હોય તે. (૩) ખેડ- જે ગામમાં ધૂળનો કિલ્લો હોય તે. (૪) કબૂટ- નાનું નગર, કો. (૫) મર્ડબ-જેની આજુબાજુ અઢીગાઉ સુધી કોઈ ગામ ન હોય તે. (૬) પટ્ટણ-જ્યાં જલમાર્ગથી માલ-સામાન આવતા હોય તે જલપટ્ટણ અને જ્યાં સ્થળ માર્ગથી માલ-સામાન આવતો હોય તે સ્થળપટ્ટણ. (૭) દ્રોણમુખ– જ્યાં જલ અને સ્થળ બંને માર્ગથી માલ-સામાન આવતા હોય તે. (૮) આશ્રમ- તાપસ વગેરેના સ્થાન અને તેની આસપાસ ગૃહસ્થો વસ્યા હોય તે સ્થાન. (૯) સન્નિવેશ- નગરની બહાર નગરની નજીકના વસવાટ સ્થાન ઉપનગર. (૧૦) નિગમ- જ્યાં વણિકની વસતિ હોય તે. (૧૧) સબાહ– પર્વતની નિકટના ધાન્ય સંગ્રહ કરવાના તથા રહેવાના સ્થાન. (૧૨) રાજધાની– રાજા જ્યાં નિવાસ કરતાં હોય તે. (૧૩) ઘોસ- જ્યાં ગોવાળની વસતિ હોય તે. (૧૪) આંશિકા- ગામાદિનો ત્રીજો-ચોથો અંશ જ્યાં જઈને રહ્યો હોય તે. (૧૫) ૫ટભેદન– બજારની બાજુમાં વસેલી વસતિ. અનેક દિશાઓથી માલ-સામાનના વેચાણ માટે લોકો જ્યાં આવતા હોય તેવી મંડીની આસપાસની વસ્તી. (૧) આગર- પત્થર, ધાતુની ખાણ પાસે વસેલી વસતિ.
નવા વસતા ગામ આદિમાં સાધુને પ્રવેશ કરતાં જોઈને કેટલાક ભદ્ર લોકો તેને શુકન માને, સાધુના પગલાથી ગામ સ્થિર બનશે તેમ માની કેટલાક લોકો ત્યાં રહેવા આવે અને આરંભની પ્રવૃત્તિ કરે તથા