________________
ઉદ્દેશક-૪
| | ૮૧ |
અર્થાત્ જમીનથી ચાર અંગુલ ઊંચેથી પરઠે, તેનાથી વધુ ઊંચેથી પરહે નહીં. ઇત્યાદિ પરઠવાની વિધિથી ન પડે તો પ્રાયશ્ચિત્ત આવે છે. ખાવાપૂર – હાથની પસલી કે અંજલી કરે તો તેનો આકાર નાવ જેવો થાય છે. પાણીથી ભરેલી અંજલી કે પસલીને નાવાપૂરક કહે છે. પારિવારિક સાધુ સાથે ભિક્ષાર્થગમન - ७५ जे भिक्खू अपरिहारिए णं परिहारियं वएज्जा- एहि अज्जो ! तुमं च अहं च एगओ असणं वा पाणं वा खाइम वा साइमं वा पडिग्गाहेत्ता तओ पच्छा पत्तेयंपत्तेयं भोक्खामो वा पाहामो वा, जो तं एवं वयइ, वयंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । ભાવાર્થ :- અપારિવારિક સાધુ કે સાધ્વી પારિહારિક સાધુને એમ કહે કે હે આર્ય! આવો, તમે અને હું સાથે જઈ અશનાદિ આહાર ગ્રહણ કરીએ અને પછી આપણે બંને અલગ-અલગ આહાર-પાણી કરશું. આ પ્રમાણે જે કહે કે કહેનારનું અનુમોદન કરે છે, તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
આ ઉદ્દેશકગત ૧૨૮ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ પણ પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન કરનારા સાધુ સાધ્વીને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પારિહારિક અને અપારિહારિક સાધુને એક સાથે ગોચરી જવા માટેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પારિવારિક-અપારિવારિક સાધુ - પ્રાયશ્ચિત્ત તપનું વહન ન કરનાર સાધુને અપારિહારિક સાધુ કહે છે અને માસિકથી છ માસિક સુધીના પ્રાયશ્ચિત્ત તપનું વહન કરનાર સાધુને પારિવારિક સાધુ કહે છે.
બીજા ઉદ્દેશકના ૪૦ થી ૪રમાં સૂત્રમાં પારિહારિક અને અપારિહારિક શબ્દનો પ્રયોગ છે અને ત્યાં પ્રસંગાનુસાર તેનો અર્થ અલગ થાય છે. ત્યાં એષણાના દોષોનો પરિહાર એટલે ત્યાગ કરનાર સાધુને પારિવારિક' (ઉત્તમ) સાધુ કહ્યા છે અને એષણાના દોષોનો ત્યાગ નહિ કરનાર એટલે એષણાના દોષો નું સેવન કરનારા સાધુને “અપારિહારિક' કહ્યા છે. આ રીતે પ્રસ્તુત સૂત્રોનુસાર પ્રાયશ્ચિત્ત તપને અપ્રાપ્ત ગચ્છના સમસ્ત શ્રમણ અપારિવારિક કહેવાય છે તથા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત અને તેને વહન કરનાર શ્રમણ પારિવારિક કહેવાય છે. પારિહારિક તપનું સ્વરૂપ - કોઈ સાધુ મૂળગુણ સંબંધી ઉત્કૃષ્ટ દોષનું સેવન કરે, તો તેને એક મહિનાથી લઈ છ મહિના સુધીનું “પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. આ તપને વહન કરવા માટે યોગ્ય, સુદઢ સંહનન, વૈર્યવાન, ગીતાર્થ અને સમર્થ, તરુણ અને સ્વસ્થ હોય તેને જ આ પરિહાર તપનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. બાલ-વૃદ્ધ-રોગી કે સાધ્વીને આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી. સાધુને આ પ્રાયશ્ચિત્તમાં સ્થાપિત કરતા પહેલાં ગચ્છવાસી સર્વ સાધુને સૂચના આપી, તે સાધુ સાથેનો આહાર-પાણી આદિ સર્વ વ્યવહાર બંધ કરવામાં આવે છે. આચાર્ય સિવાયના ગચ્છના કોઈપણ સાધુ તેની